હવે નૈતિક મૂલ્યોમાં પરિવર્તન જરૂરી જ છે અને એ માટે ‘‘IMVS” સિવાય કોઈ વિકલ્પ નથી – Pure universeના સીએમડી શ્રી તન્મય પુરોહિત
આપણી સિદ્ધિઓ અમાપ હશે ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયા છીએ પણ નૈતિક મૂલ્યોમાં અત્યંત પછાત છીએ, નહિ જેવી વાતમાં પણ જુઠ્ઠું બોલવું, બહાનાબાજી, કોઈને સરળતાથી મુરખ બનાવવા અને વળી એમાંથી આનંદ લેવો , બનાવટ અને બહુ જ સરળતાથી વ્યસની બની જઈએ છીએ. આ બધાને કારણે નૈતિક મૂલ્યોનો અભાવ વધતો જાય છે
આ સામાન્ય અનિષ્ટોનો સામનો કરવા માટે pure universe લાવી રહ્યું છે સ્વયમ શિસ્ત, નૈતિકતા, હિંમત જેવા નૈતિક મૂલ્યો દ્વારા વિશ્વના દરેક વ્યક્તિમાં આત્મ સન્માન કેળવાય એ માટે IMVS (ઈનર મોરલ વેલ્યુ સિસ્ટમ) કાર્યક્રમ
અમદાવાદ, તા. ૧૭
એ સૌ જાણતા હશો કે હેપીનેસ ઈન્ડેક્ષ સૂચવે છે કે ભારતનો ક્રમ ઘણા વર્ષોથી કથળ્યો છે. હાલમાં 149થી 139માં સ્થાને છે. જ્યારે લાંચરુશ્વત અને પરસેપશન ઈન્ડેક્ષમાં આપણું સ્થાન આગળ છે જે 180 દેશોમાં 86માં સ્થાને છે. આ પરથી સ્પષ્ટ પણે સિદ્ધ થાય છે કે નૈતિક મૂલ્યોની દ્રષ્ટિએ આપણે ક્યાં ઉભા છીએ. આપણી સિદ્ધિઓ અમાપ હશે ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયા છીએ પણ નૈતિક મૂલ્યોમાં અત્યંત પછાત છીએ, નહિ જેવી વાતમાં પણ જુઠ્ઠું બોલવું, બહાનાબાજી, કોઈને સરળતાથી મુરખ બનાવવા અને વળી એમાંથી આનંદ લેવો , બનાવટ અને બહુ જ સરળતાથી વ્યસની બની જઈએ છીએ. આ બધાને કારણે નૈતિક મૂલ્યોનો અભાવ વધતો જાય છે.
આજે આ પરિસ્થિતિ છે તો આજના બાળકોની આવતીકાલ કેવી હશે? જો આમાં પરિવર્તન નહિ લાવીએ તો આવનારા સમયમાં અનૈતિક મૂલ્યો ખદબદતા હશે એટલે હવે પરિવર્તન જરૂરી જ છે. એટલે જ આ સામાન્ય અનિષ્ટોનો સામનો કરવા માટે pure universe લાવી રહ્યું છે સ્વયમ શિસ્ત, નૈતિકતા, હિંમત જેવા નૈતિક મૂલ્યો દ્વારા વિશ્વના દરેક વ્યક્તિમાં આત્મ સન્માન કેળવાય એ માટે IMVS (ઈનર મોરલ વેલ્યુ સિસ્ટમ) કાર્યક્રમ. આઈવીએમએસ પરીક્ષા અંતર્ગત ઉમેદવારને વિચાર ઉત્તેજક પ્રશ્નો પૂછવામાં આવશે, જે વ્યક્તિને વ્યક્તિગત અને સામાજિક જીવનમાં તેમના પોતાના વર્તન વિષે વિચારવા મજબુર કરશે.
Pure universeના સીએમડી શ્રી તન્મય પુરોહિતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર માસ દરમ્યાન IMVS ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં પરીક્ષાનું આયોજન કરી રહ્યું છે. ત્યારબાદ દરેક રાજ્યોમાં અંગ્રેજી અને ત્યાંની પ્રાદેશિક ભાષામાં પરીક્ષાનું આયોજન થશે અને ત્યારબાદ વિશ્વભરમાં આ પરીક્ષાનું આયોજન થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આઈએમવીએસ દ્વારા ૧૧થી ૧૬ વર્ષના બાળકો માટે ૪૫ મિનિટની એન્ટ્રન્સ એકઝામ લેવામાં આવશે. જ્યારે ૧૭થી ૨૧ વર્ષના બાળકો માટે ૬૦ મિનિટની સ્ટાર્ન્ડડ પરિક્ષા લેવામાં આવશે. આ બંને ગ્રુપની પરિક્ષા ફી રૂ ૩૦૦ રાખવામાં આવી છે. જે બાળકો આ ફી ભરી શકે તેમ ના હોય તેઓને આઈએમવીએસની હેલ્પલાઈન ઉપર જણાવશે તો તેઓને ફ્રી પરિક્ષા આપી શકે તેવી વ્યવસ્થા આઈએમવીએસ તરફથી કરી આપવામાં આવશે. ૨૨થી ઉપરની વયના લોકો માટે ૯૦ મિનિટની માસ્ટર પરીક્ષા લેવામાં આવશે. જેની ફી રૂ. ૫૦૦ રાખવામાં આવી છે. આ પરીક્ષાના પ્રમાણપત્ર ધારકને વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાં અગ્રીમતા મળી શકે તે માટે અમો પ્રયત્નશીલ છીએ. આ તમામ પરિક્ષા ઓનલાઈન લેવામાં આવશે.
હવે પરિવર્તન જરૂરી છે નહિ તો અસત્ય— ગેરશિસ્ત– લાંચરુશ્વત– વ્યસનો — અનૈતિકતા — વધતા જ જશે અને આજના બાળકો જે દેશની આવતીકાલ કહેવાય છે એ આવતીકાલ ઉજવળ નહિ હોય ધૂંધળી હશે…..આપણી સંસ્કૃતિને શોભે એવા નૈતિક મૂલ્યોને બદલે આપણી સંસ્કૃતિને લાંછન લાગે એવી રીતે દેશનું નામ સર્વત્ર હશે માટે પરિવર્તન જરૂરી છે અને એ માટે IMVS સિવાય કોઈ વિકલ્પ નથી. ક્યાં ,ક્યારે, કેવી રીતે કોણ પરિવર્તન લાવશે કોને ખબર — આપણે સૌ જાણીએ છીએ પરિવર્તન જરૂરી છે પણ આપણે લાવવું જ પડશે એમ Pure universeના સીએમડી શ્રી તન્મય પુરોહિતે અંતમાં ઉમેર્યું હતું..
#bharatmirror #bharatmirror21 #news