યુવાનોને રોજગારી આપવાને બદલે લોકોના પરસેવાના ટેક્ષના પૈસાથી ભાજપ સરકાર ઉજવણીઓ – તાયફાઓ કરી રહી છે. આ ઉજવણી શેના માટે ? શિક્ષણ મોંઘુ થયુ એના માટે ? યુવાનોને રોજગાર નથી મળતો એના માટે ? – પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા
કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘બેરોજગારી હટાવો’ અભિયાન અંતર્ગત અમદાવાદ સહિત રાજયભરમાં વિરોધ કાર્યક્રમો યોજાયા
ગુજરાતનો ભણેલો – ગણેલો યુવાન રોજગાર માટે દર દર ભટકે, એને કોઈ રોજગાર નથી મળતો, નોકરી નથી મળતી તો પ્રજાના ટેક્ષના પૈસાથી ઉત્સવો અને તાયફાઓ શું કામ ? – વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી
અમદાવાદ,તા.6
કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘બેરોજગારી હટાવો’ અભિયાન અંતર્ગત રોજગાર અમારો નારો, રોજગાર અમારો અધિકાર છે નારા સાથે અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષીત યુવાનો ભાજપ સરકારની ખોટી નીતિઓ અને શાસનને કારણે બેરોજગારીનો ભોગ બન્યાં છે, રોજગારના નામે શોષણ થઈ રહ્યું છે, ભાજપ આવી ત્યારથી શિક્ષણનું જે ખાનગીકરણ – વેપારીકરણ કર્યું. મોંઘુ શિક્ષણ લીધા પછી ગુજરાતના યુવાનનો છે રોજગાર મેળવવાથી યુવાનોને વંચિત રાખવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. રોજગાર માટે સતત સંઘર્ષ કરી રહ્યાં હોય, યુવાનોને રોજગારી આપવાને બદલે લોકોના પરસેવાના ટેક્ષના પૈસાથી ભાજપ સરકાર ઉજવણીઓ – તાયફાઓ કરી રહી છે. આ ઉજવણી શેના માટે ? શિક્ષણ મોંઘુ થયુ એના માટે ? યુવાનોને રોજગાર નથી મળતો એના માટે ? યુવાનોને રોજગારના નામે આઉટ સોર્સીંગ – કોન્ટ્રાક્ટ પ્રથાના નામે જે શોષણ થઈ રહ્યું છે એની ઉજવણી કરી રહ્યાં છો ? ભરતીના નામે જે નાટકો કરી રહ્યાં છો તે બંધ કરો. ભરતીના નામે વિદ્યાર્થીઓ ફોર્મ ફી પેટે લાખો રૂપિયા જમા કરવાતા હોય છે, પરિક્ષાઓ જે ચોક્કસ સમયમર્યાદામાં થવી જોઈએ તે થતી નથી, પેપર ફુટી જાય છે, પરીણામ નથી આવતુ, ભરતીમાં ગોટાળા થાય છે અને લાખોની અરજી આવ્યા પછી પણ પરીક્ષાઓની તારીખો જાહેર થતી નથી. ગુજરાતના યુવાનો તરફથી એક જ હાંકલ કરીએ છીએ રોજગાર આપો – રોજગાર આપો.
વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આજે રાજ્યમાં બેરોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલી ભાજપ સરકાર રોજગાર કચેરીએ બેરોજગારોની નોંધણી ઘટાડતી જાય છે અને નોંધાયેલા બેરોજગાર યુવાનોને પણ ફક્ત કોલ લેટર આપી રોજગાર કચેરીએથી નામ હટાવવાનું ષડયંત્ર ચાલે છે. રાજ્યમાં કરોડો રૂપિયાની કર ચોરી કરનારા રાજ્યની તિજોરીમાંથી કરોડો રૂપિયાની સહાય મેળવનારા મુઠ્ઠીભર ઊદ્યોગપતિ અને કેટલાય ઔદ્યોગિક એકમોમાં ગુજરાતનો ભણેલો – ગણેલો યુવાન રોજગાર માટે દર દર ભટકે, એને કોઈ રોજગાર નથી મળતો, નોકરી નથી મળતી તો પ્રજાના ટેક્ષના પૈસાથી ઉત્સવો અને તાયફાઓ શું કામ ? સરકારી બેંકો શિક્ષીત યુવાનોને ઓછા વ્યાજે સરળતા સસ્તી લોન નથી આપતી અને વ્યાજખોરોનો ભોગ બનતો ગુજરાતનો યુવાન નિરાશામાં ધકેલાઈ ગયો છે.
આજના વિરોધકાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, અસંગઠીત કામદાર સંગઠનના પ્રમુખશ્રી અશોક પંજાબી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી ગ્યાસુદ્દીન શેખ, શ્રી ઈમરાન ખેડાવાલા ઉપસ્થિત રહ્યાં હતાં. કોંગ્રેસ પક્ષ દ્વારા જનસંપર્ક અભિયાનના ભાગરૂપે ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા ‘બેરોજગારી હટાવો’ અભિયાન અંતર્ગત શ્રી જીતેન્દ્ર બઘેલજી – બોટાદ, ડૉ. તુષાર ચૌધરી – ડાંગ, શ્રી જગદીશ ઠાકોર – પાટણ, શ્રી પુંજાભાઈ વંશ – ગીર સોમનાથ, શ્રી લાખાભાઈ ભરવાડ – અમદાવાદ જિલ્લો, શ્રી જી.એમ. ડામોર – અરવલ્લી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ભાજપા સરકારની શિક્ષણ નીતિ સામે રાજ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સુત્રોચ્ચાર સાથે ધરણા – પ્રદર્શન યોજાયા હતા.
• ગુજરાતમાં ભાજપ સરકારના ૨૫ વર્ષના શાસનમાં યુવાનો, મહિલાઓ, મધ્યમવર્ગ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, ગરીબો, શ્રમજીવીઓ, નાના ઉદ્યોગકારો, વેપારીઓની સ્થિતિ ખૂબ જ દયનીય છે.
• ગુજરાતના શિક્ષિત યુવાનોનું કોન્ટ્રાક્ટ, ફીક્સ પગાર, આઉટસોર્સિંગના નામે શોષણ થઈ રહ્યું છે.
• સરકારી ભરતીઓમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરીયાદો, જી.પી.એસ.સી., ગુજરાત ગૌણ સેવા આયોગ, ગુજરાત પંચાયત પસંદગી મંડળમાં સરકારી નોકરી માટેના ભાવો ૧૫ થી ૧૮ લાખ સુધીના બોલાય છે.
• ગુજરાતમાં બેરોજગારોની સંખ્યા ૪૦ લાખ થી પણ વધુ પહોંચી ગઈ છે ત્યારે ભાજપ સરકાર યુવાનોને નોકરી આપવામાં સદંતર નિષ્ફળ નિવડી છે.
• આંગણવાડીની બહેનો, આશાવર્કર, એનએચએમના કર્મચારીઓ, ડ્રાઈવર / કંડક્ટર, સફાઈ કામદારો,પ્રવાસી શિક્ષકો, સરકારી વિભાગો, કોર્પોરેશન, નિગમોમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા વર્ગ-૩/૪ ના કર્મચારીઓ ભાજપ સરકારની શોષણની નીતિનો ભોગ બન્યા છે. તેઓની સમાન કામ-સમાન વેતન અને કાયમી રોજગારીની માંગણી ગુજરાત સરકારે અભરાઈએ ચડાવી દીધી છે.
• સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર, નર્સો અને મેડીકલ સ્ટાફની કાયમી ભરતી કરવામાં આવતી નથી, જેની અછતના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડે છે.
• છેલ્લા અઢી દાયકા જેટલા લાંબા સમયગાળાના ભાજપના શાસન દરમ્યાન ગુજરાતની એક આખી નવી પેઢી બેકારી, બેરોજગારી, દિશાવિહીનતાની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. ‘‘કોન્ટ્રાક્ટ પ્રથા” અને ફિક્સ પગાર તથા સહાયક જેવા નુસ્ખા અને સરકાર દ્વારા જ શોષણખોરીના જ યુગમાં પાંગરેલી આ નવી પેઢીને કોંગ્રેસના શાસન દરમ્યાનની પૂરા પગારની નોકરીયોનો આભાસ પણ નથી. રાજ્યની મહામૂલી પૂંજી એવા યુવાનો પરત્વે ભારતીય જનતા પક્ષે બેશરમ અને ગુનાહીત ઉદાસીનતા દાખવી છે. બેફામ ઉધ્ધતાઈપૂર્ણ વલણ દાખવીને જે કંઈ પણ કોન્ટ્રાક્ટપ્રથા કે ફિક્સ પગારની ભરતી કરી તેનાં ભાગની સંસ્થાઓના ટ્રસ્ટો, મળતિયાઓ, બેફામ ઉધ્ધતાઈપૂર્ણ વલણ દાખવીને જે કંઈ પણ કોન્ટ્રાક્ટપ્રથા કે ફિક્સ પગારની ભરતી કરી તેનાં ભાગની સંસ્થાઓના ટ્રસ્ટો, મળતિયાઓ, દલાલો દ્વારા જંગી રકમનો ભ્રષ્ટાચાર આદર્યો.
• તલાટી-ભરતી બિન સચિવાલય કલાર્ક ભરતી, વિધાસહાયક ભરતી જેવી તમામ ભરતીઓમાં બેફામ ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની ફરિયાદોથી ગુજરાતનો યુવાન દિગ્મૂઢ.
• ભાજપે કરી નહીં દરકાર યુવાનો થયા છે બેકાર
• ભાજપ સરકાર છે બેદરકાર.
• દાઝ્યા ઉપર ડામ દેવા જેવી ભાજની વિકૃત અને રાક્ષસી વૃત્તિને કારણે ૧૦૦-૨૦૦ ખાલી જગ્યાઓની ભરતી માટે લાખ્ખો યુવાનો પાસેથી અરજી ફીની તોતીંગ રકમ ખંચેરી લઈને તેમનું વધુ શોષણ કરવામાં આવે છે.
• તિજોરી ખાલી છે, લૂંટ જારી છે, ભાજપની ભ્રષ્ટ સરકાર પ્રજા છે પરેશાન.
• મધ્ય પ્રદેશની ભાજપ સરકારના ‘‘વ્યાપમ કૌભાંડ” ની જેમ ગુજરાતમાં સરકારી નોકરી – ભરતીમાં ‘‘વ્યાપક કૌભાંડ” આચરવામાં આવી રહ્યું છે.
• ૨૦૧૮માં પંચાયત તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર.
• તલાટી – કલાર્કની જગ્યાઓ માટે ગુજરાતના યુવાન – યુવતીઓ પાસેથી ૨૦ કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે વસુલવામાં આવ્યા.
• શિક્ષક વિનાની શાળા, ગ્રામ સેવક વિનાનું ગામ, ડોક્ટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત ?
• રાજ્ય સરકારે તાલુકા – જિલ્લા પંચાયતોમાં વર્ગ-૩ ના કર્મચારીઓની ભરતી માટે જિલ્લા કક્ષાની પંચાયત પસંદગી સમિતિઓનું વિસર્જન કરી સઘળી સત્તા રાજ્ય સરકારે હસ્તક કરતા ત્રણ વર્ષથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા લાખો યુવાનોમાં નિરાશા વ્યાપી ગઈ.
• ગુજરાતમાં ૧૭૨૬૫ ગ્રામ પંચાયતમાં ૭૧૩૩ તલાટીની જગ્યાઓ સામે માત્ર ૩૫૦૦ જેટલા જ તલાટી હાલમાં કામગીરી કરી રહ્યા છે. એટલે કે ૫ ગામ વચ્ચે ૧ તલાટીની કામગીરી શું આ રીતે ગતિશીલ બનશે ગુજરાત ?
• ‘‘વાંચે ગુજરાત”ની જાહેરાત કરતી ભાજપ સરકારે ૧૫ વર્ષથી શાળા કોલેજ જાહેર વાંચનાલયમાં લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવતી નથી. ‘રમશે ગુજરાત’ની વાતો કરતી ભાજપ સરકારમાં શારીરિક શિક્ષણના શિક્ષકો / અધ્યાપકોની ૧૦ વર્ષથી ભરતી કરવામાં આવી નથી. શું આ રીતે રમશે ગુજરાત ?
• ભાજપ સરકાર દ્વારા ચૂંટણી સમયે સરકારી ભરતીની જાહેરાત કરીને દર પાંચ વર્ષે ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો સાથે રમત રમી રહી છે.
• વિદ્યા સહાયકો માટે ટેટ-૧, ટેટ-૨, લોકરક્ષક દળ, બિનસચિવાલય કલાર્ક સહિતની પરીક્ષામાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ સામે આવી છે. તલાટી ભરતી માટે ૧૫-૧૫ લાખ રૂપિયામાં રાજ્યવ્યાપી ભરતી કૌભાંડ પણ ભાજપ સરકારના ભ્રષ્ટ વહીવટમાનું એક ઉત્તમ ઉદાહરણ સાબિત થયું