હેરિટેજ વિકટોરિયા ગાર્ડન નું રીનોવેશન કામ હાથ ધરવામાં આવ્યું
વિકટોરિયા ગાર્ડન આધુનિક જિમ અને જોગિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે
અમદાવાદ: 5
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના ઐતિહાસિક વારસા સમાન એવા 200 વર્ષ જૂના હેરિટેજ વિકટોરિયા ગાર્ડનનું રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. વર્ષો જૂના આ ગાર્ડનને મોર્ડન લુક આપવામાં આવી રહ્યો છે. યુ. એન મહેતા ફાઉન્ડેશન દ્વારા 8 કરોડના ખર્ચે અને અત્યાધુનિક જિમ અને જોગીંગ ટ્રેક પણ હશે. ગાર્ડનનું રિનોવેશન થતાં અસમાજિક તત્વો થી છુટકારો મળશે. અહીં 2 શિફ્ટમાં સિક્યુરિટી પણ રાખવામાં આવશે. રિનોવેશન પ્રોજેકટમાં રિવરફ્રન્ટથી સીધા ગાર્ડનમાં પ્રવેશ મેળવી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે રિવરફ્રન્ટ પર એક એન્ટ્રી ગેટ પણ બનાવવામાં આવશે.
નવા આકાર પામી રહેલા વિકટોરિયા ગાર્ડન ની વાત કરવામાં આવે તો એલિસબ્રિજના છેડે આવેલા આ ગાર્ડન 200 વર્ષ જૂનો છે. પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી અહી બનાવવા માટે વિચારણા કરવામાં આવી હતી પરંતુ જગ્યા નાની પડવાના કારણે વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો. આ ગાર્ડન 28 હજાર સ્ક્વેર મીટરમાં બનશે તેમાં ટોરેન્ટ દ્વારા ફંડ આપવામાં આવી રહ્યું છે. રૂ.8 થી 10 કરોડના બજેટમાં આ ગાર્ડન તૈયાર થશે. તેમાં બાળકોને રમવા માટેના સાધનો હશે. ટોઇલેટની વ્યવસ્થા, સિનિયર સિટીઝન માટે વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા અને આકર્ષક ફુવારાઓ પણ મૂકવામાં આવશે. આધુનિક જીમ અને જોગિંગ ટ્રેક બનાવવામાં આવશે. ગાર્ડનની સિક્યુરિટી માટે 2 શિફ્ટમાં સિક્યુરિટી ગાર્ડ પણ હશે. જેથી અસામાજિક તત્વોથી રાહત મળશે.
આ વિશે વાત કરતાં હેરિટેજ કમિટીના ચેરમેન રાજેશ દવે એ એક ખાસ વાતચીતમાં જણાવ્યું કે, વિકટોરિયા ગાર્ડનનું 8 કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવી રહ્યું છે, જેમાં તેને આધુનિક અને લોકાર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે. આ એક હેરિટેજ ગાર્ડન છે એટલે તેમાં રહેલા દરેક ભાગને ખૂબ જ જાળવણીથી કામ કરવામાં આવી રહ્યું છે તેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવવામાં પણ આવશે, જેથી લોકોને આર્યુવેદિક દવા માટે પણ કામ આવે. સાથે સાથે આ ગાર્ડનમાં એક મસ્જિદ આવેલી છે અને એક નાની ઇમારત છે જેને પણ સાચવવામાં આવશે. આ ગાર્ડન ટોરેન્ટ સોંપાયા બાદ તેમણે જાતે જ રી- ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જેથી શનિવાર અને રવિવારે અહી અમદાવાદવાસીઓ પોતાના પરિવાર સાથે આવી ને સમય પસાર કરી શકશે. જો કે આ ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો ના બને તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે અને તેના માટે વિશેષ રૂપે બે શીફ્ટમાં સીકયોરીટી ગાર્ડની વ્યવસ્થા મૂકવામાં આવશે.