જો કે, 10 વર્ષથી નાના અને 60થી ઉપરના લોકોને પ્રવેશ નહીં આપી શકાય
અમદાવાદ કોર્પોરેશનના 14 સ્વિમિંગ પુલની સાફ સફાઈ કરવામાં આવી છે અને તેમાં પાણી ભરી દેવાયા – જે પણ લોકો આવશે તેમનો કોરોના ટેસ્ટ ફરજીયાત અને વેકશીનનો પહેલો ડોઝ લેવો પણ ફરજીયાત – રિક્રિએશન અને હેરિટેજ કમિટીના રાજેશભાઈ દવે
અમદાવાદ,તા.1
કોરોનાકાળમાં 2જી લહેર ખૂબ જ ઘાતક નીવડી છે. સરકાર એક એક પગલું ખૂબ જ ગંભીર વિચારો કરીને લઈ રહી છે કોરોના કેસ ઓછા થતા હવે નિયંત્રનો હળવા કર્યા છે. જેમાં સ્વિમિંગ પુલ ખોલવાની મંજૂરી સરકારે આપી છે. પરંતુ કોર્પોરેશને સ્વિમિંગ પુલ ખોલ્યા ન હતા. જો કે, હવે સરકારની મંજૂરીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ફરી સ્વિમિંગ પુલ શરૂ કરવામાં આવશે અને તે મુજબ, આજથી શહેરના 14 જેટલા સ્વીમીંગ પુલ શરૂ કરવામાં આવ્યા છે. અલબત્ત, 10 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં અને 60 વર્ષથી ઉપરના લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં
કોરોના બીજી લહેરબાદ સરકારે હવે નિયંત્રણ હળવા કર્યા છે. અનેક એકમો ખોલવામાં આવ્યા છે ત્યારે હવે સ્વીમીંગ પુલ પણ ખોલવામાં આવી રહયા છે., જેને લઇ તરવૈયાઓ અને સ્વીમીંગના રસિકોને મોટી રાહત થઇ છે. અમદાવાદ કોર્પોરેશનના 14 સ્વિમિંગ પુલ આજથી શરૂ થયા છે જેની સાફસફાઈ કરાવી અને પાણી ભરવામાં આવ્યું હતું. જે લોકો સ્વિમિંગ માટે આવે તેમને કોરોના ટેસ્ટ ફરજીયાત કરવાનો રહેશે. આ વિશે વાત કરતા કોર્પોરેશનની રિક્રિએશન અને હેરિટેજ કમિટીના ચેરમેન રાજેશભાઈ દવેએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરના 14 જેટલા સ્વીમીંગ પુલ એસ ઓ પી પ્રમાણે આજથી શરૂ થયા છે. અમદાવાદ કોર્પોરેશનના 14 સ્વિમિંગ પુલ છે જેની સાફ સફાઈ કરવામાં આવી છે અને તેમાં પાણી ભરી દેવાયા છે. જે પણ લોકો આવશે તેમનો કોરોના ટેસ્ટ ફરજીયાત છે અને વેકશીનનો પહેલો ડોઝ લેવો ફરજીયાત છે. જો ના લીધો હોય તો તેમણે પહેલો ડોઝ લઇ લેવાનો રહેશે. જો કે, સ્વિમિંગ પુલમાં 10 વર્ષથી નીચેના અને 60વર્ષથી ઉપરના લોકોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
કોરોના બીજી લહેર પુરી નથી થઈ હજી ઘટી છે ત્યાં સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. એક તરફ ત્રીજી લહેરની આશંકા સાથે સ્વિમિંગ પુલ ખોલવામાં આવ્યા છે. જો ત્રીજી લહેરની દસ્તક આવશે અને જો કોરોનાની પરિસ્થિતિ ફરી બેકાબૂ બને તો પાછા ફરી આ પુલ બંધ કરવા પડશે. જો કે, રાજય સરકાર અને તંત્રએ કોરોનાની ત્રીજી લહેરને નાથવા માટે પહેલેથી જ આગોતરૂ આયોજન કર્યુ હોવાના દાવા કર્યા હોઇ હાલના તબક્કે તો લોકો રાહત અનુભવી રહ્યા છે.