સભ્યતા ફેશન અને સંસ્કૃતિને એક નવુ આવરણ આપે છે – સભ્યતાએ દેશના દરેક ખૂણામાંથી ફેશન પ્રેમીઓ દ્વારા મળેલા અવિશ્વસનીય પ્રતિસાદ બાદ ઔદ્યોગિક શહેરમાં પોતાના પગલાંને વધારવાની યોજના બનાવી
અમદાવાદમાં તેના પ્રથમ સ્ટોરને લોન્ચ કરવાની સાથે સભ્યતાએ ભારતમાં 120 સ્ટોર્સ ખોલ્યા – ભારતના માન્ચેસ્ટર્સમાં હવે સભ્યતાના 100થી વધુ સ્ટોર્સ
અમદાવાદ,તા.16
સભ્યતા, ભારતની પ્રીમીયમ એથનીક વિયર બ્રાંડ અમદાવાદ, ગુજરાતમાં તેનો પ્રથમ સ્ટોર લોન્ચ કર્યો છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં તા.15મી ઓગસ્ટના રોજ ખુલ્લા મૂકાયેલા સભ્યતા સ્ટોર ભારતના માન્ચેસ્ટર અમદાવાદ સુધી બ્રાંડના પગલાંને વિસ્તૃત કરે છે. સભ્યતાએ દેશના દરેક ખૂણામાંથી ફેશન પ્રેમીઓ દ્વારા મળેલા અવિશ્વસનીય પ્રતિસાદ બાદ ઔદ્યોગિક શહેરમાં પોતાના પગલાંને વધારવાની યોજના બનાવી છે.
એક મજબૂત પ્રાદેશિક આર્થિકતા સાથે પોતાના સમૃધ્ધ વારસાને એકીકૃત રીતે સાંકળવાની ક્ષમતાના કારણે અમદાવાદ એક વિશિષ્ટ રચના ધરાવે છે. વળી, તે આ ક્ષેત્રની વ્યાપારી રાજધાની પણ છે અને ફેશનની દ્રષ્ટિએ વિશાળ સંભાવનાઓ ધરાવે છે. માન્ચેસ્ટરના જાણીતા કોટન ટેક્સટાઇલ કેન્દ્ર સાથે સમાનતાના કારણે સંસ્કૃતિ અને ફેશન પ્રેમીઓ માટે આગળ ધપતી ભૂમિ છે.
સભ્યતા સ્ટોરના લોન્ચીંગ પ્રસંગે સભ્યતાના કો-ફાઉન્ડર શ્રી પંકજે જણાવ્યું કે, ફેશનની દુનિયામાં આજે મહિલાઓ વધુ પ્રાયોગિક બની રહી છે અને તેઓ રૂઢિચુસ્તતાઓ તોડી રહી છે. કેટેગરીના રૂપમાં મહિલાઓના વસ્ત્ર હવે માત્ર વધુ ને વધુ મહિલાઓના કાર્યબળમાં સામેલ થવાની સાથે જ પસંદ કરવામાં આવ્યા છે. મહિલાઓ કંઇક એવું પહેરીને બહાર જવાનું પસંદ કરે છે, જે પારંપરિક, સૌંદર્યલક્ષી અને કામના વાતાવરણ બંનેને સંબોધિત કરતા હોય અને અમારી પાસે દરેક વ્યકિત માટે કંઇક અલગ હોય છે. અમે આજથી મહિલાઓની તાકાત અને ભાવનાઓનું પ્રતિક છીએ. અમદાવાદ શહેરમાં તેના પ્રથમ સ્ટોરના લોન્ચ સાથે સભ્યતા અમદાવાદના ફેશન પ્રેમીઓને બેજોડ એથનીક પરિધાનોની એક શ્રેણી પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે આ તહેવારી સીઝન માટે ફેશન ફોરવર્ડ પરિધાનનું મિશ્રણ રજૂ કરે છે. સભ્યતાની અંદાજિત પ્રાઇઝ રેન્જ રૂ.599થી રૂ.6999 વચ્ચેની છે. સભ્યતાએ આધુનિક ભારતીય મહિલાઓ માટે હેરીટેજ એથનીક અનુભવની ઉજવણી કરવા માટે હાલમાં જ ઉત્સવ કલેકશનને લોન્ચ કર્યું છે.
સભ્યતાએ હંમેશા વિશ્વાસ કર્યો અને સંસ્કૃતિને પુનઃ વ્યાખ્યાયિત કરવાની દિશામાં કામ કરતી રહી, જેથી રાષ્ટ્રને સાંસ્કૃતિક પરિધાનની પોતાની અનોખી શૈલી સાથે જોડી શકાય અને રાષ્ટ્રના તમામ ખૂણામાંથી વિશાળ સંખ્યામાં સ્વીકૃતિ જોવા મળે છે.
સભ્યતા સ્ટોરના લોન્ચીંગ પ્રસંગે સભ્યતાના કો-ફાઉન્ડર શ્રી પંકજે ઉમેર્યું કે, આ અમદાવાદ ખાતેનો અમારો પ્રથમ સ્ટોર છે અને અમે આ શહેરના ભાગ બનીને ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ અને એથનીક ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં શ્રેષ્ઠ ટ્રેન્ડ સાથે જનતાને સેવા આપવા તરફ જોઇ રહ્યા છીએ. આ સ્ટોર અમારા લેટેસ્ટ કલેકશનને આવરી લેશે અને સભ્યતા, લોકોની પસંદ સાથે તાલ મેળવવા ટે એથનીસીટીના નવા સંગ્રહને પ્રદાન કરવાની યોજના પણ બનાવી રહી છે. જેથી એથનીસીટી એક નવી ક્ષિતિજ સુધી પહોંચી શકે.
સભ્યતાના કો-ફાઉન્ડર શ્રી અનિલના જણાવ્યા પ્રમાણે, દરેક નવો સ્ટોર સંસ્કૃતિની ઉજવણી કરવાની નવી યાત્રાને લાવે છે અને ઉમેરો કરે છે. હું અમદાવાદમાં સભ્યતાના પ્રથમ સ્ટોરના લોન્ચ સાથે ભારતમાં 120 સ્ટોરની રજૂઆતને જોતાં ખૂબ જ ગર્વિત અને રોમાંચિત છું. અમારૂં સ્વપ્ન સભ્યતાને દેશમાં સૌથી સુલભ એથનીક વિયર બ્રાંડ બનાવવાનું છે., જે આ સ્ટોરના લોન્ચની સાથે એક ડગલું આગળ વધી રહ્યું છે. એથનીક ઇન્ડસ્ટ્રીનું માર્કેટ સ્પેસ નવી ક્ષિતિજને સ્પર્શી રહ્યું છે અને અમે ઇચ્છીએ છીએ કે, દેશનો દરેક ખૂણો તેની ઉજવણી કરે અને આ યાત્રાનો ભાગ બને.
સભ્યતાએ એથનીક વિયરની પોતાની એક્સકલુઝિવ રેન્જના માધ્યમથી એપરેલ સેગમેન્ટમાં પોતાનું એક વિશેષ સ્થાન બનાવ્યું છે. સમગ્ર દેશમાં સ્થાપિત કરાયેલા સ્ટોર્સની સાથે બ્રાંડનું લક્ષ્ય પોતાની બેજોડ ડિઝાઇન, વાઇબ્રંટ કલર્સ અને વ્યાજબી કિંમતના માધ્યમથી એથનીક વિશ્વને પુનઃ વ્યાખ્યાયિત કરવાનો છે.