એનીમલ લાઇફ કેરના વિજય ડાભીએ દુર્લભ પ્રજાતિના આ સર્પને રેસ્કયુ કરી સહીસલામત રીતે જંગલ વિસ્તારમાં મુકત કર્યો
સાપ નીકળતાં આસપાસના લોકો અને સ્થાનિક રહીશો સ્વાભાવિક કૂતુહલવશ સાપના રેસ્કયુ ઓપરેશન દરમ્યાન એકત્ર થઇ ગયા
અમદાવાદ,તા.20
અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેનના પ્લેટફોર્મના પ્લોટમાંથી અતિ દુર્લભ મનાતો બેન્ડેડ કુકરી સર્પ રેસ્કયુ કરાયો હતો. એનીમલ લાઇફ કેરના વિજય ડાભીએ દુર્લભ પ્રજાતિના આ સર્પને રેસ્કયુ કરી સહીસલામત રીતે જંગલ વિસ્તારમાં મુકત કર્યો હતો. જો કે, સાપ નીકળતાં આસપાસના લોકો અને સ્થાનિક રહીશો સ્વાભાવિક કૂતુહલવશ સાપના રેસ્કયુ ઓપરેશન દરમ્યાન એકત્ર થઇ ગયા હતા.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન પ્લેટફોર્મના કોમન પ્લોટમાં ફરજ બજાવતા પોલીસ અઘિકારીએ એનીમલ લાઈફ કેરને જાણ કરી હતી કે, પ્લેટફોર્મ પર સમારકામ ચાલી રહ્યું છે ત્યારે ઈટોના ઢગલામાં એક સાપ છુપાઈને બેઠો છે, મજુરો ડરી ગયા છે ત્યારે એનિમલ લાઇફકેરના વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભીને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ પર ઇંટોના ઢગલામાં ફસાયેલ સાપ જે અતિ દુર્લભ પ્રજાતિનો ગણવામાં આવે છે જે અમદાવાદ વિસ્તારમાં છુટો છવાયો જોવા મળે છે તેને બેન્ડેડ કુકરી સાપ (કોમન કુકરી) તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારે સાવચેતી સાથે વિજય ડાભી દ્વારા સાપનું રેસ્કયુ કરાયુ હતું. જે અંગે એનીમલ લાઇફ કેરના વિજય ડાભીએ જણાવ્યું કે, અમદાવાદમાં ખૂબ જ ઓછો જોવા મળતો આ સાપ જે બિનઝેરી સાપની પ્રજાતિ છે. આ સાપના મુખ્ય શરીર ઉપર બ્લેક કલરના પટ્ટા હોય છે. મુખના ભાગે વી આકારો શેપ બનતો હોય છે. તેની પૂંછડી અણીદાર હોય છે ખાસ કરીને આ સાપનો મુખ્ય ખોરાક નાના દેડકા, ગરોળી અને પક્ષીઓના નાના ઈંડાં શિકાર કરે છે.
અલગ પ્રકારના સાપને જોઈ રિવરફ્રન્ટની આજુબાજુના લોકો કૂતુહલવશ સાપને જોવા ઉમટી પડ્યા હતા. વિજય ડાભીએ વધુમાં ઉમેર્યું કે, આ સાપ શ્રીલંકા, ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન ભૂતાન અને નેપાળ જેવા દેશમાં જોવા મળતો સાપ છે. ખાસ કરીને કુકરી સાપ એ ખુબ જ ઓછો જોવા મળતો હોવાથી તેને સહીસલામત રેસ્કયુ કરવું જરૂરી હોય છે. આ સાપને પણ સહીસલામત રેસ્યુક કરી જંગલ વિસ્તારમાં મુક્ત કરવા આવ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news