કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલાં ખેડૂત કલ્યાણના લાભાર્થીઓને મંજૂરીપત્રનું વિતરણ કરાશે
કિસાન સન્માન દિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લામાં દેત્રોજ ઉપરાંત સાણંદ અને બાવળા ખાતે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.4
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના શાસનની કાર્યસિદ્ધિને અનુલક્ષીને આવતીકાલે અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે “કિસાન સન્માન દિવસ” નો કાર્યક્રમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે.
દેત્રોજ પ્રાથમિક શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રના વિતરણનો કાર્યક્રમ યોજાશે.
કિસાન સન્માન દિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લામાં દેત્રોજ ઉપરાંત સાણંદ અને બાવળા ખાતે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાણંદના ઝાંપ ગામે ખાતે સ્થાનિક ધારાસભ્યશ્રી ઉપસ્થિતિ રહેશે, જ્યારે સાણદ નગરમાં નગરપાલિકા હોલમાં સાણંદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી હાજરી આપશે. આ ઉપરાંત બગોદરા પે સેન્ટર પ્રાથમિક શાળા ખાતે ગુજરાત મહિલા આયોગના ચેરમેનશ્રી ઉપસ્થિત રહેશે.