કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા.7મી ઓગસ્ટે શનિવારે વર્ચ્યુઅલી હાજર રહી રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની હાજરીમાં આ બ્રિજ સહિતના વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ કરશે
આવતીકાલે તા.7મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે મહત્વના વિકાસ દિવસની ઉજવણી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી વિશેષરૂપે કરવામાં આવશે
રાજયના સૌથી મોટા અને લાંબા એવા ડીસામાં નેશનલ હાઇવે પર બનેલા એલિવેટેડ બ્રીજનું લોકાર્પણ, તો સાથે સાથે ગાંધીનગરના સરગાસણ અને ઘ-ઝીરો બ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવશે
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર,તા.6
આવતીકાલે તા.7મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે મહત્વના વિકાસ દિવસની ઉજવણી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી વિશેષરૂપે કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ વર્ચ્યુઅલી ખાસ હાજર રહી રાજયના સૌથી મોટા અને લાંબા એવા ડીસામાં નેશનલ હાઇવે પર બનેલા એલિવેટેડ બ્રીજનું લોકાર્પણ કરશે. તો સાથે સાથે ગાંધીનગરના સરગાસણ અને ઘ-ઝીરો બ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવશે. તદુઉપરાંત રક્ષા શક્તિ યુનિવર્સીટીના ફલાય ઓવર માટે ઈ ખાત મુહર્ત પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી હાજર રહી રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની હાજરીમાં ઇ-લોકાર્પણ કરશે.
ગુજરાત સરકારના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે શનિવારે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુલી વિશેષરૂપે હાજર રહેવાના છે. જે દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુલ હાજરીમાં સરગાસણ અને ઘ 0 બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ પૂર્વે ચિલોડા સરખેજ હાઈવર પર ના 11 બ્રિજ પૈકી 5 બ્રિજ નું લોકાર્પણ થઈ ચૂક્યું છે. જેમાં આવતીકાલે આ વધુ બે બ્રિજનું લોકાર્પણ થશે. આ ઉપરાંત રક્ષા શક્તિ યુનિવર્સીટીના ફલાય ઓવર માટે ઈ ખાત મુહર્ત પણ કરવામાં આવશે. આવતીકાલે તા.7 ઓગસ્ટના રોજ વિકાસ દિવસની ગાંધીનગરના મહાત્મા મંદિરથી ઉજવણી થશે.
બનાસકાંઠામાં ડીસા શહેરની મધ્યમાંથી રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજને 225 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ કુલ 3.7 કિ.મીની લંબાઇ ધરાવતો હોઇ તે રાજયનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ બની રહ્યો છે, જેનું આવતીકાલે શનિવારે ઇ-લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ કરશે.
નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા રૂ.225 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલ આ બ્રિજ નેશનલ હાઇવે નંબર -27 પરથી પસાર પસાર થાય છે. આ રૂટ પર વર્ષોથી ટ્રાફિકની બહુ ગંભીર અને મોટી સમસ્યા સર્જાતી હતી. વળી, ડીસા રાજ્યનું સૌથી મોટું બટેટાનું માર્કેટયાર્ડ છે. ઉપરાંત અનેક ખેત જણસનું બજાર છે જેથી મોટી સંખ્યામાં અહીંયા માલવાહક વાહનોની આવ-જા થતી રહેતી હોય છે. જેથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા માત્ર બે જ વર્ષમાં 3.7 કિલોમીટર લાંબો આ બ્રિજ નિર્માણ કરી ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યામાંથી મુકિત અપાવી છે., સાથે સાથે આ બ્રિજ મારફતે વાહનોની આવન જાવન હવે ઝડપી, સરળતાથી અને સુગમતા સાથે શકય બનશે. આ કોરીડોરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે 4 લેન ઉપર અને 4 લેન નીચે તેમજ 2 લેનવાળા બંને તરફ સર્વિસ રોડ પણ બનાવાયાં છે. આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ ગુજરાતના આ સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ ઉપરાંત ગાંધીનગરના બે બ્રિજનું પણ વર્ચ્યુઅલી ઇ-લોકાર્પણ કરી ગુજરાતની જનતાને રૂપાણી સરકારના વિકાસ દિવસની ઉજવણી નિમિતે ખાસ ભેટ આપશે.