આજે તા.7મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા ત્યારે પાંચ વર્ષના સુશાસનની પૂર્ણતાના મહત્વના આજના દિવસે રાજય સરકાર દ્વારા વિકાસ દિવસની ઉજવણી
રાજયના સૌથી મોટા અને લાંબા એવા ડીસામાં નેશનલ હાઇવે પર બનેલા એલિવેટેડ બ્રીજ, ગાંધીનગરના સરગાસણ અને ઘ-ઝીરો બ્રિજ, રક્ષા શક્તિ યુનિવર્સીટીના ફલાય ઓવર માટે ઈ ખાત મુહર્ત સહિત કુલ રૂ.5300 કરોડના વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ
તમારે તમારા વતનના વિકાસ માટે જે કામ કરવું હશે તે કામના મંજૂર થતા સરકાર 40 ટકા ખર્ચ ભોગવશે. આમ પ્રત્યેક વૈશ્વિક ગુજરાતી કે સમૂહ પોતાના વતનના વિકાસ માટે આગળ આવે.’ – કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ
નરેન્દ્રભાઈનું સિંહાસન વિક્રમાદિત્યનું સિંહાસન છે, જે બેસે તે વિક્રમ તોડે જ છે. આ સરકાર લોકોની જનતાની સરકાર છે. આ સરકાર માનવીની જ નહિ, તમામ જીવોની સરકાર છે – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
કેન્દ્રીય ગૃહ અમિતભાઇ શાહે રાજ્ય સરકારની વતન પ્રેમ યોજનાનો પ્રારંભ કરાવ્યો- વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને તેમના વતનનો વિકાસ કરવા અપીલ કરી
(વિવેક આચાર્ય દ્વારા)
ગાંધીનગર, તા.7
આજે તા.7મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા ત્યારે પાંચ વર્ષના સુશાસનની પૂર્ણતાના મહત્વના આજના દિવસે રાજય સરકાર દ્વારા વિકાસ દિવસની ઉજવણી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી વિશેષરૂપે કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇ શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વર્ચ્યુઅલી ખાસ હાજર રહી રાજયના સૌથી મોટા અને લાંબા એવા ડીસામાં નેશનલ હાઇવે પર બનેલા એલિવેટેડ બ્રીજ, ગાંધીનગરના સરગાસણ અને ઘ-ઝીરો બ્રિજ, રક્ષા શક્તિ યુનિવર્સીટીના ફલાય ઓવર માટે ઈ ખાત મુહર્ત સહિત કુલ રૂ.5300 કરોડના વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીઓએ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલની વિકાસ કામગીરીને બિરદાવી હતી. આજના વિકાસ દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ વર્ચ્યુલી હાજરી આપી હતી. તો રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલની સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ મહાત્મા મંદિરના મંચ પર જોવા મળ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અમિત શાહના હસ્તે રાજ્ય સરકારની વતન પ્રેમ યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત વતનથી દુર ગયેલા નાગરિકો જો પોતાના વતનના વિકાસ માટે કાર્ય કરશે તો તેનો 40 ટકા ફાળો રાજ્ય સરકાર આપશે તેવી મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના માટે પંચાયત વિભાગના કામો માટે રૂ.100 કરોડની વધારાની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1085 કરોડ ના 71094 આવાસોનું લોકાર્પણ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિકાસ વિભાગના કુલ રૂ. 38 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, માર્ગ અને મકાન વિભાગના કુલ રૂ. 1425 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, જળસંપત્તિ વિભાગના વિવિધ પાઇપલાઈનના કુલ રૂ. 1220 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત, “નલ સે જલ” યોજના હેઠળ કુલ રૂ. 396 કરોડના કામોના ખાતમુહૂર્ત, શ્રમ અને રોજગાર વિભાગના કુલ રૂ.245 કરોડના વિવિધ આઈ.ટી.આઈ. ના કામોના લોકાર્પણ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કુલ રૂ.52 કરોડના 6 નવીન બસ સ્ટેશન તેમજ વલસાડ ખાતે નવીન વિભાગીય કચેરીનું લોકાર્પણ અને 15 BS5- બસોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. જ્યારે ડીસામાં નેશનલ હાઇવે પર રૂ.225 કરોડના ખર્ચે બનેલા રાજ્યના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ સહિતના વિકાસ કાર્યોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
default
આજના પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શાહે વિશેષ રૂપે વર્ચ્યુઅલી હાજર રહી વતન પ્રેમ યોજનાની શરૂઆત કરાવી હતી. તેમણે યોજનાનો આરંભ કરાવતા જણાવ્યું હતું કે, ‘હું વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને અપીલ કરવા માંગુ છું કે આ યોજનાનો લાભ લઈ પોતાના વતન ગામ શહેર જિલ્લાના વિકાસમાં સહભાગી બને. આ યોજનામાં તમારે તમારા વતનના વિકાસ માટે જે કામ કરવું હશે તે કામના મંજૂર થતા સરકાર 40 ટકા ખર્ચ ભોગવશે. આમ પ્રત્યેક વૈશ્વિક ગુજરાતી કે સમૂહ પોતાના વતનના વિકાસ માટે આગળ આવે.’
વિકાસ દિવસના પ્રસંગે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જયારે કોરોનાની મહામારીમાં દુનિયા થંભી ગઈ છે. ત્યારે ગુજરાતનો વિકાસ ચાલુ છે. આજે રૂ.5300 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું છે. નરેન્દ્રભાઈનું સિંહાસન વિક્રમાદિત્યનું સિંહાસન છે, જે બેસે તે વિક્રમ તોડે જ છે આ સરકાર લોકોની જનતાની સરકાર છે. આ સરકાર માનવીની જ નહિ, તમામ જીવોની સરકાર છે. નરેન્દ્રભાઈનું સિંહાસન વિક્રમાદિત્યનું સિંહાસન છે, જે બેસે તે વિક્રમ તોડે જ છે. ગુજરાતમાં બેરોજગારનો દર સૌથી ઓછો 2.2 ટકા છે. આજે આપણી સરકારને પાંચ વર્ષ પુરા થયા છે. આજે વિકાસ દિવસ ઉજવવામાં આવ્યો છે. કરોડો રૂપિયા વિકાસના કામોનું એક મંચ ઉપરથી લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું છે. અમે જ્યારેથી સરકાર બનાવી છે ત્યારથી પારદર્શકતા, નિર્ણયકતા, સંવેદનશીલ,અને પ્રગતિશીલતાના ચાર મુદા પર અમે કામ કર્યું છે. અમે દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે.
DCIM\100MEDIA\DJI_0033.JPG
દરમ્યાન રાજયના નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, અમારી સરકારમાં રાજકીય સ્થિરતા થકી જ રાજ્યનો વિકાસ કર્યો છે. સરકાર અને સંગઠન વચ્ચે શ્રેષ્ઠ સંકલનના પરિણામે અમે વિકાસ કરી રહ્યા છે.જે રાજ્યમાં રાજકીય સ્થિરતા હોય તે સરકાર વિકાસ કરી શકે છે.