વિશ્વનું સૌપ્રથમ મોબાઈલ કોમ્યુનિકેશન સોલ્યુશન છે, અને તે મત્સ્યપાલકો અને બોટના માલિકોને માછલી પકડીને બોટમાં લાવ્યા બાદ તુરંત જ તેને વેચવાની સુવિધા પૂરી પાડે છે. એટલે કે તેઓ દરિયાકાંઠે પહોંચે તે પહેલાં જ તેમણે પકડેલી માછલીઓ વેચવાની સુવિધા પૂરી પાડે છે
કિફાયતી અને રિયલ ટાઈમ કમ્યુનિકેશન્સ દ્વારા મત્સ્યપાલકોની વ્યવસ્થામાં માગ અને પુરવઠાની પારદર્શકતા આવે છે
સૌપ્રથમ વાર દેશના મત્સ્યપાલકો માંગને આધારે પોતે પકડેલી માછલીઓનું મધદરિયેથી વેચાણ કરી શકશે, જેના લીધે તેઓ ઉંચી કિંમતે પોતાનો માલ વેચી વધુ નફો રળી શકવા ઉપરાંત બગાડમાં ઘટાડો કરી શકશે અને તેમના સખત પરિશ્રમનું મહત્તમ વળતર હાંસલ કરી શકશે – સ્કાયલોના સીઓઓ અંગિરા અગરવાલ
અમદાવાદ,તા.25
વિશ્વના સૌપ્રથમ અને સૌથી કિફાયતી એન્ડ-ટુ-એન્ડ સેટેલાઈટ નેરોબેન્ડ આઈઓટી સોલ્યુશન Skylo એ આજે તેના ‘ફિશ કેચ રિપોર્ટ’ના લોન્ચિંગની જાહેરાત કરી હતી, જે વિશ્વનું સૌપ્રથમ મોબાઈલ કોમ્યુનિકેશન સોલ્યુશન છે, અને તે મત્સ્યપાલકો અને બોટના માલિકોને માછલી પકડીને બોટમાં લાવ્યા બાદ તુરંત જ તેને વેચવાની સુવિધા પૂરી પાડે છે. એટલે કે તેઓ દરિયાકાંઠે પહોંચે તે પહેલાં જ તેમણે પકડેલી માછલીઓ વેચવાની સુવિધા પૂરી પાડે છે. BSNLની ભાગીદારીમાં ઉપલબ્ધ બનાવાયેલો ધ સ્કાયલો ફિશ કેચ રિપોર્ટ મત્સ્યપાલકોને તેમણે પકડેલી માછલીઓની વિગતો મોકલવા અને તેમાં સુધારા કરવાની સરળ સુવિધા પૂરી પાડે છે, જેથી તેઓ દરિયાકાંઠાથી અનેક નોટિકલ માઈલ દૂર હોવા છતાં તેઓ મધદરિયેથી જ તેમણે પકડેલી માછલીઓના વેચાણની પ્રક્રિયા શરૂ કરી શકે છે. આમ તેમને તેમણે પકડેલી માછલીઓની શ્રેષ્ઠ કિંમત હાંસલ કરવાની તક મળે છે.
આ અંગે બોલતાં સ્કાયલોના સીઓઓ અંગિરા અગરવાલે જણાવ્યું હતું કે, સૌપ્રથમ વાર દેશના મત્સ્યપાલકો માંગને આધારે પોતે પકડેલી માછલીઓનું મધદરિયેથી વેચાણ કરી શકશે, જેના લીધે તેઓ ઉંચી કિંમતે પોતાનો માલ વેચી વધુ નફો રળી શકવા ઉપરાંત બગાડમાં ઘટાડો કરી શકશે અને તેમના સખત પરિશ્રમનું મહત્તમ વળતર હાંસલ કરી શકશે. સ્કાયલો એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ વિશ્વસનીય અપટાઇમ પ્રદાન કરે છે અને દરેકને તેમના વ્યવસાયમાં સુધારો કરવાની અને બિલકુલ તાજી માછલીની ભારતીય ગ્રાહકોની વર્ષો જૂની માગને પૂર્ણ કરી વધુ પૈસા કમાવવાની ક્ષમતા આપે છે. નાની હોડીઓનો ઉપયોગ કરીને ઓછી સંખ્યા ધરાવતા મત્સ્યપાલકો દ્વારા પકડવામાં આવતી અને વેચવામાં આવતી માછલીઓની ટકાવારી ઘણી નોઁધપાત્ર છે. સ્કાયલોની અનોખી અને કિફાયતી કિંમત તમામ પ્રકારના મત્સ્યપાલકોના કાફલાને સમુદ્રમાં હોય ત્યારે ગમે ત્યારે ગમે ત્યાંથી તેમણે પકડેલા માછલીના જથ્થાની જાણ કરવાની ક્ષમતા આપે છે.
ફૂલ સ્ટેક સ્કાયલો સોલ્યુશન વિભિન્ન બોટ માલિકોને પકડાયેલા માછલીના જથ્થાની એકત્રિત વિગતો પૂરી પાડી સશક્ત બનાવે છે, જે તેમને વાસ્તવિક સમયના બજાર ડેટાના આધારે તેમના વેચાણનું સંચાલન કરવાની સુવિધા આપે છે. ઓલવેઝ ઓન કનેક્ટિવિટી એનીવ્હેરની મદદથી સ્કાયલો ફિશ કેચ રિપોર્ટમાં માછલીના પ્રકાર, માત્રા, પકડવાનો સમય અને વધુ વિશેની વિગતો આવરી લેવામાં આવે છે, જેથી માછલી ખરીદનારાઓ તેમના ગ્રાહકોને તેના વિશે વધુ બહેતર જાણકારી આપી શકે છે. સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શક અને વધુ કાર્યક્ષમ બનાવતા, ખરીદદારો જથ્થાને પ્રત્યક્ષ રીતે પહોંચાડવામાં આવે તે પહેલાં તેમની સપ્લાય ચેઇનનું વધુ સારી રીતે આયોજન કરી શકે છે.
સ્કાયલોના ફિશરીઝ પ્રોગ્રામ ડાયરેક્ટર ગણેશ નાખલાએ જણાવ્યું હતું કે, સીફૂડની નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે, ત્યારે સ્કાયલો જેવા ટેકનિકલ સોલ્યુશનનો ઉપયોગ મહત્વપૂર્ણ બની જાય છે જે સપ્લાય ચેઈનમાં દરેકને યોગ્ય સ્થિતિ દર્શાવી સાતત્યપૂર્ણ ભવિષ્ય માટે મજબૂત ઈકોસિસ્ટમ તૈયાર કરે છે. સ્કાયલો ફિશ કેચ રિપોર્ટ બીએસએનએલ અને ઇન્મારસેટની ભાગીદારીમાં ઓફર કરાયેલા સ્કાયલો નેટવર્કનો લાભ લે છે, જેથી માછીમારો અને બોટ માલિકોને વાસ્તવિક સમયના ડેટા, 2-વે મેસેજિંગ અને મુશ્કેલીના સમયે એસઓએસ સંદેશા મોકલવાની ક્ષમતા પૂરી પાડવામાં આવે. ફિશ કેચ રિપોર્ટ એ એક નવીન અને હેતુ-નિર્મિત ઉકેલ છે જે માછીમારો અને બોટ માલિકોને નડતાં ઘણા પડકારોનું નિવારણ કરે છે. આવી તકનીકી નવીનતાઓ મત્સ્યોદ્યોગ ઉત્પાદનને બમણું કરવાના વડાપ્રધાનના લક્ષ્યને હાંસલ કરવામાં અને ખરેખર વાદળી ક્રાંતિ હાંસલ કરવામાં મદદ કરશે. સ્કાયલો ભારત અને તેની આસપાસના જળવિસ્તારમાં ઉપલબ્ધ છે અને ૨૦૨૧ અને ત્યારબાદ વ્યાપક થશે. કૃપા કરીને [email protected] અથવા www.skylo.tech પર અમારા સુધી પહોંચો. સ્કાયલો લોકો અને વ્યવસાયોને તેના સ્કાયલો હબ મારફતે સુરક્ષિત, બે તરફી ડેટા કનેક્ટિવિટીથી લાભ મેળવવામાં મદદ કરે છે, જે એક મજબૂત ઉપકરણ છે જે સ્કાયલો કનેક્ટ મારફતે સેન્સર ડેટા પ્રસારિત કરે છે, જે કંપનીનું ઓલવેઝ-ઓન સેટેલાઇટ નેટવર્ક છે જે સેલ કવરેજ ન હોવા છતાં વાસ્તવિક સમયના સંદેશાવ્યવહાર પ્રદાન કરે છે. ગ્રાહકો સ્કાયલો એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને, મોબાઇલ અથવા વેબ પરથી તેનું સંચાલન કરી શકે છે, જે ટીમોને તાત્કાલિક કાર્યવાહી કરવાની ક્ષમતા આપે છે. સ્કાયલો ઉપયોગમાં સરળ એપીઆઈ પ્રદાન કરે છે જે વ્યવસાયોને હાલની એપ્લિકેશનોમાં નિર્ણાયક ડેટા સ્ટ્રીમ્સને એકીકૃત કરવાની સુવિધા પૂરી પાડે છે.
#bharatmirror #bharatmirror21 #news