વિધાર્થીના વાલીએ ડી ઇ ઓ અને ટ્રસ્ટીને લેખિતમાં ફરિયાદ કરી
લેખિત ફરિયાદ અમારા સુધી આવશે તો ચોક્કસ સ્કૂલના શિક્ષક સામે પગલાં લેવામાં આવશે – ગ્રામ્ય ડીઇઓ
અમદાવાદ, 3
અમદાવાદની વસ્ત્રાલ સ્કૂલના શિક્ષકની દાદાગીરી સામે આવી છે જેમાં વિધાર્થીઓએ મશ્કરી કરતાં શિક્ષકે ફૂટપટ્ટી વડે વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. જેને લઇ વિધાર્થીઓના વાલીએ સ્કૂલના ટ્રસ્ટી અને ડી ઇ ઓ ને લેખિત ફરિયાદ કરી છે. શાળાના પ્રિન્સિપાલએ શિક્ષક વિરુદ્ધમાં પગલાં લેવાની બાહેંધરી આપી છે. 4 જેટલા વિધાર્થીઓએ શિક્ષક સાથે મજાક કરતા તેમણે ક્લાસરૂમની બહાર કાઢી દીધા હતા અને તેમને ફૂટપટ્ટીથી માર માર્યો હતો, જેથી હાથ પર મારના નિશાન પડી ગયા હતા.
વસ્ત્રાલ એકલવ્ય સ્કૂલના શિક્ષક ગોપાલ અહેવાલએ આજે ત્રણથી ચાર જેટલા વિધાર્થીઓને માર મારવાની ઘટના સામે આવી છે. ઓફલાઇન સ્કૂલો ચાલુ થતાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ ભણવા માટે આવી રહ્યા છે અને સ્કૂલોમાં તોફાન અને મસ્તી પણ કરતાં હોય છે ત્યારે આજે ધોરણ 10ના 4 જેટલા વિધાર્થીઓ સ્કૂલ બેન્ચ પર બેઠા હતા અને ગોપાલ અહેવાલને ગોપુ કહીને બોલાવતા શિક્ષકને ગુસ્સો આવી ગયો હતો અને વિધાર્થીઓને ક્લાસરૂમમાંથી બહાર કાઢી મૂક્યા હતા. એ પછી ઉશ્કેરાયેલા શિક્ષકે કર્મવીર ઝાલા, અંશ મકવાણાને ફૂટપટ્ટીથી માર માર્યો હતો. શિક્ષકે પોતાનો ગુસ્સો આ વિધાર્થીઓ પર નીકાળતા તેમને હાથના ભાગે સોળ પડી ગયા હતા. માર મારવાની ઘટના વિધાર્થીઓના વાલીઓને ધ્યાનમાં આવતા તેમણે આ બાબતની જાણ સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને કરી હતી. ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલએ આ શિક્ષક વિરુદ્ધ પગલાં ભરવા બાહેંધરી પણ આપી છે.
વિધાર્થીઓના વાલીઓએ શિક્ષક ગોપાલ અહેવાલની લેખિત ફરિયાદ ટ્રસ્ટી પ્રિન્સિપાલ, ચાઇલ્ડ હેલ્પલાઇન અને ડી ઇ ઓ ને પણ કરી છે. આ વિષે વાત વાત કરતાં કર્મવીરના પિતા રિતેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યુ હતું ક, 5 જેટલા વિધાર્થીઓ બેન્ચ પર બેસીને મજાક કરી રહ્યા હતા તેમાં શિક્ષક ગોપાલ અહેવાલને એવું લાગ્યું કે આ વિધાર્થીઓ મને ગોપુ કહીને બોલાવે છે જેથી તેમણે ક્લાસરૂમ બહાર કાઢી મૂક્યા હતા અને હાથ પર ફૂટપટ્ટીથી માર માર્યો હતો. અમને અમારા બાળકોએ ઘરે આવીને આ સમગ્ર બાબતની જાણ કરી હતી અમે ડી ઇ ઓ અને ટ્રસ્ટી અને પ્રિન્સિપાલને લેખિતમાં રજૂઆત કરી છે કે શિક્ષક ગોપાલ અહેવાલ વિરુદ્ધમાં પગલાં ભરવામાં આવે.
બોક્ષ : પગલાં ભરવા ડી ઇ ઓની બાહેંધરી
દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય ડી ઇ ઓ આર.આર.વ્યાસે આ મામલે પૂછતાં જણાવ્યુ હતું કે વાલીઓની રજૂઆત અમારા સુધી હજી સુધી આવી નથી. જો ઘટના આવી બની હશે તો ચોકસથી આ બાબતે ટ્રસ્ટી અને પ્રિન્સિપાલ સાથે વાત કરી અને શિક્ષક વિરૂદ્ધમાં પગલાં લેવામાં આવશે. વિધાર્થીઓ સાથે આ બનેલી આ બાબત જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. અમે પણ ટ્રસ્ટી પાસે આ મામલે જવાબ માગીશું. અને વાલીઓને પણ સાંભળવામાં આવશે.