નાગપાંચમના તહેવારને લઇ હાથીજણ ગામના તમામ બાળકોને લાઇવ ઢોકળા અને આઇસ્ક્રીમનો પ્રસાદ વિશેષરૂપે વિતરણ કરાયો
ગોગા મહારાજનું આ મંદિર વર્ષો જૂનું છે અને તેનું બહુ જબરદસ્ત સત છે, આ મંદિરના સતનો મહિમા જાણી દૂરદૂરથી શ્રધ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવતા હોય છે અને ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ભકતોની માનતા અને મન માંગ્યા કામો ગોગા મહારાજના દર્શન કરવાથી ફળીભૂત થતા હોવાના કારણે લોકોની શ્રધ્ધા ગોગા મહારાજ પરત્વે ખૂબ વધી રહી છે – અતુલ પટેલ(રામોલ-હાથીજણ વોર્ડના પૂર્વ કાઉન્સીલર)
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.27
અમદાવાદના પૂર્વ ઝોનમાં આવેલા હાથીજણ મ્યુનિસિપલ સ્કૂલની પાછળ આવેલ જાણીતા ખોડિયાર માતાના તથા ગોગા મહારાજના મંદિરે હાથીજણ ગામના નાના બાળકોને નાગ પાંચમ નિમિતે લાઈવ ઢોકળા તેમજ આઈસ્ક્રીમનો પ્રસાદ વિશેષરૂપે આપવામાં આવ્યો હતો. ગોગા મહારાજના વર્ષો જૂના મંદિરમાં આજે ભારે ભકિતભાવ અને શ્રધ્ધા સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આસપાસના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ગોગા મહારાજના આ મંદિરે દર્શન કરવા ઉમટયા હતા.
રામોલ-હાથીજણ વોર્ડના પૂર્વ કાઉન્સીલર અતુલભાઈ રાવજીભાઈ પટેલ તથા વર્તમાન મ્યુનિસિપલ કાઉન્સિલર મૌલિક અતુલભાઈ પટેલે જણાવ્યું કે, આજે નાગપાંચમના તહેવારને લઇ શ્રધ્ધાળુ ભકતો દ્વારા ગોગા મહારાજની વિશેષ પૂજા અર્ચના કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. શ્રધ્ધાળુ ભકતોએ ગોગા મહારાજને દૂધ ચઢાવી તિલક કરી તેમની આરતી ઉતારી ભારે શ્રધ્ધા સાથે પૂજા કરી હતી, જેને લઇ મંદિરમાં ભકિતમય માહોલ છવાયો હતો. ખાસ કરીને મહિલાઓ અને બહેનોએ ભારે શ્રધ્ધા સાથે પૂજા ભકિત કરી વાતાવરણ ભકિતમય બનાવ્યું હતું.
નાગપાંચમના આજના તહેવારને લઇ ખોડિયાર માતાના અને ગોગા મહારાજના મંદિરે સેંકડો શ્રધ્ધાળુ ભકતો દર્શનાર્થે ઉમટયા હતા, આજના તહેવારને લઇ નાના બાળકોને લાઇવ ઢોકળા તથા આઇસ્ક્રીમનો પ્રસાદ વિશેષરૂપે વિતરણ કરવામાં આવ્યો હતો. રામોલ-હાથીજણ વોર્ડના પૂર્વ કાઉન્સીલર અતુલભાઈ રાવજીભાઈ પટેલ તથા વર્તમાન મ્યુનિસિપલ કાઉન્સિલર મૌલિક અતુલભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ગોગા મહારાજનું આ મંદિર વર્ષો જૂનું છે અને તેનું બહુ જબરદસ્ત સત છે, આ મંદિરના સતનો મહિમા જાણી દૂરદૂરથી શ્રધ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવતા હોય છે અને ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ભકતોની માનતા અને મન માંગ્યા કામો ગોગા મહારાજના દર્શન કરવાથી ફળીભૂત થતા હોવાના કારણે લોકોની શ્રધ્ધા ગોગા મહારાજ પરત્વે ખૂબ વધી રહી છે. આજે નાગપાંચમના તહેવાર અને નાના બાળકોને પ્રસાદી વિતરણના કાર્યક્રમને લઇ 600થી વધુ ભકતજનો દર્શનાર્થે ઉમટયા હતા.
અમદાવાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવેલા નાગદેવ અને ગોગા મહારાજના મંદિરોમાં પણ આજે શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. ગોગા મહારાજની વર્ષોથી પરંપરાગત સેવા પૂજા કરવામાં આવે છે અને લોકો તેમના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હોય છે.
અમદાવાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવેલા નાગદેવ અને ગોગા મહારાજના મંદિરોમાં પણ આજે શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. ગોગા મહારાજની વર્ષોથી પરંપરાગત સેવા પૂજા કરવામાં આવે છે અને લોકો તેમના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હોય છે. નાગપાંચમને લઇ આજે વિવિધ મંદિરોમાં ગોગા મહારાજને ગુલાબનો હાર ચઢાવી, કંકુ તિલક કરી, આરતી ઉતારી વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news