રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત આવતીકાલે એડમિશન પ્રક્રિયાનો છેલ્લો દિવસ
બીજા રાઉન્ડની પ્રક્રિયા પણ જલ્દી હાથ ધરવામાં આવશે
અમદાવાદ, 3
આર ટી ઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે પહેલો રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો છે. જેમાં 12500 ની સામે 11150 જેટલા વિધાર્થીઓને એડમિશન અલગ અલગ સ્કૂલોમાં આપવામાં આવ્યા છે. એડમિશન પ્રક્રિયા માટે આવતીકાલે છેલ્લો દિવસ છે જે પણ બાળકોના એડમિશન સ્કૂલોમાં એડમિશન મળી ગયા છે તેમણે આવતીકાલે તમામ ડૉક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે. જો વાલીઓ પોતાના બાળકોના અસલ ડૉક્યુમેન્ટ સબમિટ નહીં કરે તો તેમની પ્રવેશ પ્રક્રિયા રદ કરી દેવામાં આવશે. અને બીજા રાઉન્ડમાં બીજા બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જો કે, હજી સુધી 40 ટકા એડમિશન પ્રક્રિયાના ડોક્યુમેંટ સબમિટ થયા નથી જેથી તમામ પ્રક્રિયા જલ્દી જ પૂર્ણ કરી દેવા જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ પ્રિન્સિપાલને પત્ર પાઠવી કડક તાકીદ કરી છે.
આર ટી ઇ અંતર્ગત બાળકોની એડમિશન પ્રક્રિયા માટે શહેરની શાળાઓના પ્રિન્સિપાલને પત્ર પાઠવતાં ડી ઇ ઑ એ આદેશ કર્યો છે કે પહેલા રાઉન્ડની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને તેના આંકડા પોર્ટલ પણ ચડાવી દેવામાં આવે જેથી વાલીઓને પોતાના બાળકોના એડમિશન પેન્ડિંગ લાગે નહીં. હજી સુધી 40 ટકા અરજીઓ પેન્ડિંગ બતાવે છે. આવતીકાલ સાંજ સુધી તમામ અરજીઓ પોર્ટલ પર ચડાવી દેવામાં આવશે અને લગભગ તમામ એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.
આ વિષે વાત કરતાં શહેર ડી ઇ ઓ હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યુ હતું કે, આર ટી ઇ ના અંતર્ગત અમે બાળકોને સ્કૂલો ફાળવી દીધી છે જેમાં એડમિશન માટે ઓરિજિનલ ડૉક્યુમેન્ટ સબમિટ કરાવવા માટે આવતીકાલે છેલ્લો દિવસ છે. જો વાલીઓ આવતીકાલે ડૉક્યુમેન્ટ સબમિટ નહીં કરાવે તો તેમના બાળકોના એડમિશન રદ થઈ જશે. અમે આ મુદ્દે શાળાના પ્રિન્સિપાલને પણ પત્ર લખીને કડક તાકીદ કરવામાં આવી છે કે જલ્દી જ તમામ પ્રોસેસ પૂરી કરી દેવામાં આવે જેથી કોઈ બાળક પ્રવેશથી વંચિત ના રહી જાય.
bharatmirror #bharatmirror21 #news