શહેરમાં એક અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમો મારફતે ઉજવણી કરવામાં આવશે
અમદાવાદ: 29
રાજ્ય સરકારની 5 વર્ષની ઉજવણીમાં કોર્પોરેશન પણ શહેરમાં ઉજવણી કરવાની છે. શહેરમાં એક અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમો ની જાહેરાત કરવામાં આવી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અલગ અલગ દિવસોમાં ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.
રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પાંચ વર્ષ પૂર્ણ થતા અલગ અલગ જગ્યા ઉપર ઉજવણી થવાની છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તેની વિશેષ ઉજવણી થવાની છે. જેમાં તા.1 ઓગસ્ટથી લઈને 9 ઓગસ્ટ સુધી અલગ અલગ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે. આ અંગે અમ્યુકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના પાંચ વર્ષ પૂર્ણ થવાને લઈને પ્રથમ દિવસે 2.97 કરોડના ખર્ચે દાણીલીમડામાં બનાવવામાં આવેલી સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ સાત ઝોનમાં સંવેદના દિવસ તરીકે લોકોની સેવા માટેના 57 કામો શરૂ કરવામાં આવશે. આ સાથે જ નારી ગૌરવ દિવસ, યુવાશક્તિ દિન, ગરીબ ઉત્કર્ષ દિન, શહેરીજન સુખાકારી દિન, પણ ઉજવવામાં આવશે આ તમામ ઉજવણી લોકહિતના કામો કરીને કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, તા.1.ઓગસ્ટ સ્કૂલ બોર્ડ દ્વારા સ્કૂલ નું ઓપનિંગ, તા. 2.ઓગસ્ટ.7 ઝોનમાં સેવા સેતુનો કાર્યક્રમ,4.ઓગસ્ટ..નારી ગૌરવ દિવસ ઉજવવામાં આવશે, તા.6 ઓગસ્ટ. યુવા શક્તિ દિવસ ની ઉજવણી, તા.7 ઓગસ્ટ…ગરીબ ઉતકર્ષ દિન, તા.8. ઓગસ્ટ…શહેરીજન સુખાકારી દિન એ પ્રકારે રાજ્ય સરકારની આ ઉજવણીમાં મનપા પણ ઉજવણી કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે, તરફ કોરોનાની ત્રીજ લહેરની ચિંતા તો બીજી તરફ ઉજવણીનો ઉલ્લાસ કોર્પોરેશન જોવા મળશે. આ ઉજવણી દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્ક સહિતની કોવીડ ગાઇડલાઇન્સનો ભંગ થવાની પણ સતત દહેશત પ્રવર્તી રહી છે. રાજય સરકાર અને તંત્ર દ્વારા રાજયવ્યાપી ઉજવણી દરમ્યાન કોવીડ ગાઇડલાઇન્સ અને પ્રોટોકોલનું પાલન કરાવવા માટેનું કોઇ આયોજન કે નક્કર રણનીતિ બનાવી છે કે કેમ તે પણ એક ગંભીર સવાલ છે.