તા.12 મી જૂલાઇએ રથયાત્રાના પવિત્ર દિને સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં પરિવાર સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના દર્શન કરશે અને મંગળા આરતીમાં હાજરી આપશે
એ અગાઉ તા.11મી જૂલાઇએ સાણંદ બાવળા તાલુકાના રૂ.27 કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કરશે, જ્યારે રૂ.17 કરોડના ખર્ચ નિર્માણ પામનાર 8 કામોનું ખાતમુહૂર્ત કરશે
(વિવેક આચાર્ય દ્વારા)
અમદાવાદ,તા.7
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં થોડો ફેરફાર નોંધાયો છે અને હવે તે તા.12મી જૂલાઇએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે, તેના બે દિવસ પહેલાં જ અમદાવાદ આવી પહોંચશે. એટલું જ નહી, તા.12 મી જૂલાઇએ રથયાત્રાના પવિત્ર દિને સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિરમાં પરિવાર સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના દર્શન કરશે અને મંગળા આરતીમાં હાજરી આપશે પરંતુ તે અગાઉ તા.11મી જૂલાઇએ સાણંદ બાવળા તાલુકાના રૂ.27 કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ કરશે, જ્યારે રૂ.17 કરોડના ખર્ચ નિર્માણ પામનાર 8 કામોનું ખાતમુહૂર્ત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જો કે, તેમના અગાઉ નિર્ધારિત થયેલા કાર્યક્રમમાં થોડો ફેરફાર થયો છે. હવે અમિત શાહ રથયાત્રાના બે દિવસ પૂર્વે જ એટલે કે, તા.10મી જૂલાઇએ સાંજે અમદાવાદ આવી પહોંચશે. ભાજપના નેતાઓ અ આગેવાનો કેન્દ્રીય ગૃહમંત્રીને આવકારશે અને તેમની સાથે શુભેચ્છા મુલાકાત પણ કરશે. ત્યારબાદ તા.11 મી જૂલાઇએ બપોરે 4 કલાકે સાણંદ APMC ખાતે લોકાર્પણ અને ખાત મુહૂર્ત કાર્યક્રમમાં તેઓ વિશેષ હાજરી આપશે. તો, સાણંદ બાવળા તાલુકાના રૂ.27 કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ પણ કરશે. જ્યારે રૂ.17 કરોડના ખર્ચ નિર્માણ પામનાર 8 કામોનું ખાતમુહૂર્ત કરશે.
ત્યારબાદ બીજા દિવસે એટલે કે, રથયાત્રાના દિવસે તા.12 મી જૂલાઇએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમાલપુર સ્થિત સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીના દર્શન કરશે અને મંગળા આરતીમાં હાજરી આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમિત શાહ દર વર્ષે રથયાત્રાના દિવસે પરિવાર સાથે મંગળા આરતીમાં હાજર રહે છે. ત્યારે તેઓ આ વખતે પણ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે. રથયાત્રાના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રથયાત્રાના દિવસે મંદિરમાં પધારનાર સાધુ-સંતો અને મહંતોને યથાશકિત દાન-દક્ષિણા આપી તેમના આશીર્વાદ પણ મેળવશે. જે પરંપરા પણ તેઓ નિભાવતા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ થોડાંક દિવસો અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અહીં તેઓએ ત્રણ ઓવરબ્રીજોનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે એક વાર ફરી તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે ભાજપના સ્થાનિક નેતાઓ અને આગેવાનો તેમની ગુજરાત ખાસ કરીને અમદાવાદની મુલાકાતને લઇ ભારે ઉત્સાહિત છે અને તેઓને આવકારવા અને તેમના કાર્યક્રમ સંબંધી તૈયારીમાં લાગી ગયા છે.