એમએક્સ ઓરિજિનલ સિરીઝ ઈન્દોરી ઈશ્ક નિર્દોષ પ્રેમના ઘેલા જન ઝેડ આશિકના પ્રવાસે લઈ જાય છે
બધા એપિસોડ એમએક્સ પ્લેયર પર મફતમાં જોઈ શકાશે, તા.10મી જૂન, 2021થી આરંભ
અમદાવાદ,તા.4
મોહમાયા, વચનબદ્ધતા, નિર્દોષ પ્રેમ અથવા ફક્ત કામેચ્છા- ઘેલા પ્રેમી માટે સીમાઓ અત્યંત ઝાંખી છે. એમએક્સ ઓરિજિનલ સિરીઝમાં ઈન્દોરી ઈશ્કના કિસ્સામાં તારા દગાબાજ છે એ વાસ્તવિકતાની જાણ હોવા છતાં તેમના સંબંધોને બચાવી લેવા માટે કુનાલ પાગલ બની જાય છે.
પ્રેમની રમતમાં છોકરા અને છોકરીઓ માટે નિયમો બહુ અલગ અલગ હોય છે. છોકરો જ્યારે છોકરીને છેતરે ત્યારે સમાજ તેને ટોકે છે, પરંતુ લાક્ષણિક રીતે છોકરી જ્યારે પ્રેમી સાથે દગો કરે છે ત્યારે છોકરાને બેવકૂફ કહેવામાં આવે છે. તેની ભાવનાઓને નજરઅંદાજ કરવામાં આવે છે અને આગળ નીકળી જવા માટે તેને સલાહ આપવામાં આવે છે. ઉભરતો કલાકાર રિત્વિક સાહોર આ ભૂમિકા બહુ સરસ નિભાવે છે અને ઘેલો પ્રેમી જન ઝેડ આશિકમાં ફેરવાયો છે, જેનું અન્યથા સફળ વિશ્વ દર્દ અને મુશ્કેલીઓમાં અચાનક ફેકાય છે. વાર્તામાં આ સંબંધમાં કુનાલ પીડિત તરીકે જોવા મળે છે. સંબંધમાં કટિબદ્ધતાના નિયમો અને વફાદારી બંને માટે કેટલા અલગ છે તેમાં આ વાર્તા ડોકિયું કરાવે છે. યુવા અભિનેતા તેના પાત્રની સઘનતા વિશે મુક્ત મનથી વાત કરે છે અને અગાઉ તેણે ભજવેલી બધી ભૂમિકાઓ કરતાં આ સંપૂર્ણ અલગ કઈ રીતે છે તે જણાવે છે.
રિત્વિક કહે છે, ઈન્દોરી ઈશ્કમાં મારું પાત્ર સઘન છે. હું અસલ જીવનમાં છું તેનાથી આ પાત્ર સાવ અલગ છે અને અગાઉ મેં સ્ક્રીન પર ભજવેલાં પાત્રોથી પણ સાવ અલગ છે. કુનાલ કોઈ પણ અન્ય યુવાનો જેવો જ છે, જે પ્રેમમાં છે, પરંતુ ટૂંક સમયમાં જ તેને ખ્યાલ આવે છે કે તેની જોડીદાર પાસેથી તેને ધાર્યું પ્રેમ મળતું નથી. પ્રેમમાં પડવાની મજા અને તેનો જોશ ટૂંક સમયમાં જ અલોપ થઈ જાય છે અને તેનું ઉત્તમ જીવન ભાંગી પડે છે. આવા કિસ્સામાં મોટે ભાગે લોકો બેકાબૂ બની જતા હોય છે, જાતને ઈજા પહોંચાડે છે અને ખોવાયેલા પ્રેમ પ્રત્યે અફસોસ વ્યક્ત કરે છે. તારાના ક્રૂર નકારનો પીડિત કુનાલની ભૂમિકા ભજવીને વાસ્તવમાં તમારું ભાન ગુમાવવાનું અને તમારા પ્રેમને વટાવવાની આશામાં સ્વમાન ગુમાવવાનું કેટલું આસાન છે તે મને જાણવા મળ્યું છે.
એમએક્સ ઓરિજિનલ સિરીઝ ઈન્દોરી ઈશ્ક નિર્દોષ પ્રેમના ઘેલા જન ઝેડ આશિકના પ્રવાસે લઈ જાય છે. શાળાના દિવસો પૂરા થયા પછી કુનાલ (રિત્વિક સાહોર) તેના વતન ઈન્દોરમાં જાય છે. આ પછી તે મુંબઈમાં આવે છે. તે આ પૃથ્વી પર સૌથી સુખી હોવાનું માને છે. તે શાળાના સમયની પ્રેમિકા તારા (વેદિકા ભંડારી) સાથે રિલેશનશિપમાં છે. તેને ટોચની નેવલ કોલેજમાં સીટ મળી છે અને તેના વાલી તેના માટે બહુ ગૌરવની લાગણી અનુભવે છે. જોકે તારા તેની સાથે દગો કરતાં તેના જીવનમાં ઊથલપાથલ મચી જાય છે અને કુનાલ દર્દ, પાગલપણું અને નિઃસહાયતામાં ધકેલાઈ જાય છે. સમિત કક્કડ દ્વારા દિગ્દર્શિત આ 9 એપિસોડના ડ્રામામાં રિત્વિક સાહોર અને વેદિકા ભંડારી મુખ્ય ભૂમિકામાં છે.
બધા એપિસોડ એમએક્સ પ્લેયર પર મફતમાં જોઈ શકાશે, 10મી જૂન, 2021થી આરંભ.