આશીર્વાદ આટા વિથ મલ્ટિગ્રૅઈન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં મહત્વના તારણો સામે આવ્યા
વિશ્વ પાચનક્રિયા સ્વાસ્થ્ય દિન 2021 પહેલા બ્રાન્ડ માટે Momspresso.com સર્વેક્ષણમાં ભારતીય માતાઓની આંતરસૂઝ વિશે જાણકારી આપે છે
લોકો ઑનલાઈન ડાયજેસ્ટિવ ક્વૉશન્ટ (DQ) ટેસ્ટ લઈ શકે એ માટે http://happytummy.aashirvaad.com/નો આરંભ કરાયો
અમદાવાદ, તા.28
ભારતની પ્રથમ ક્રમની પૅકેજ્ડ લોટ બ્રાન્ડ આશીર્વાદના મૂલ્ય-વર્ધિત લૌટ વૈવિધ્ય આશીર્વાદ આટા વિથ મલ્ટિગ્રૅઈન્સે 29મી મે, 2021એ આવતા વિશ્વ પાચનક્રિયા સ્વાસ્થ્ય દિન પૂર્વે હાલમાં જ ભારતીય પરિવારોની ‘પાચનક્રિયાના સ્વાસ્થ્ય પર એક સર્વેક્ષણ’ હાથ ધર્યું હતું. માતાઓ માટે ભારતના એક અગ્રણી મંચ મૉમસ્પ્રેસોએ બ્રાન્ડ વતી આ સર્વેક્ષણ હાથ ધર્યું હતું, જેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગ્લુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈની 25-45 વર્ષના વયજૂથમાંની 538 માતાઓને આવરી લેવામાં આવી હતી. આ સૅમ્પલ સર્વેક્ષણમાં બિઝનેસ વુમન, એન્ટરપ્રેન્યોર્સ, નોકરિયાત તથા ગૃહિણીઓ તરીકે કામ કરતી માતાઓનો એકસમાનપણે સમાવેશ કરવામાં આવ્યો હતો. સર્વેક્ષણનાં પરિણામોથી ગ્રાહકોની જીવનશૈલી તથા ભોજન સંબંધી ટેવો સામે આવી છે. તારણો સૂચવે છે કે, 77% ભારતીય માતાઓ પાચનક્રિયાના સ્વાસ્થ્યને અત્યંત મહત્વનું ગણે છે, તો 56% માતાઓ વિચારે છે કે તેમનો પરિવાર પાચનક્રિયાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે, 50%થી વધુ ભારતીય પરિવારોએ પાચનક્રિયાના સ્વાસ્થ્ય સંબંધી 2-3 સમસ્યાઓથી પીડાતા હોવાની ફરિયાદ ધરાવે છે. ગૅસ, એસિડિટી અને અપચો ટોચની 3 સમસ્યાઓ હોવાનું સામે આવ્યું છે તથા સર્વેક્ષણ માટે પ્રતિસાદ આપનારા 50%થી વધુ લોકોએ આ ત્રણમાંથી ઓછામાં ઓછી એક સમસ્યાથી પીડાતા હોવાની ફરિયાદ કરી હતી.
સર્વેક્ષણના 50%થી વધુનું માનવું છે કે, પાચનક્રિયાનું સ્વાસ્થ્ય શરીરના વજનના વ્યવસ્થાપન, ઊર્જાના સ્તર પર અસર કરે છે તથા આ અનુભવ અન્ય સમસ્યાઓની સાથે આંતરડાંની અસામાન્ય હિલચાલ તરફ દોરી જાય છે. 40% પોતાના પરિવાર તથા પોતાનાં આંતરડાંના સ્વાસ્થ્યને ‘અપેક્ષિત પ્રમાણથી ઓછું’ ગણે છે, જેમાં પતિ અને એ પછી સાસુ-સસરા/ માતા-પિતા અને ખુદ પોતે આ ક્રમમાં સૌથી વધુ અસરગ્રસ્ત હોવાનું કહ્યું છે. આંતરડાના સ્વાસ્થ્ય પર અસર પાડનારાં પરિબળોમાં જીવનશૈલી તથા આહાર સંબંધી પસંદગીઓનો સમાવેશ થાય છે. ઊંઘનું અનિયમિત ચક્ર, મસાલેદાર, તેલયુક્ત અથવા તળેલા આહારનું સેવન, ઓછું પાણી પીવું તથા અઠવાડિયામાં 1.5 વખત શારીરિક કસરતનું સરેરાશ આવર્તન જેવાં કારણો સાથે અન્ય કારણો જીવનશૈલીના સર્વસામાન્ય પૅટર્ન તરીકે નોંધવામાં આવ્યાં છે. 70%થી વધુ લોકોએ એ વાત ભારપૂર્વક કહી છે કે, પાચનક્રિયાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને પહોંચી વળવા તેઓ ઘરગથ્થુ ઈલાજ તથા આહારની દૈનિક ટેવો સુધારવા જેવાં પગલાં લે છે.
આહારમાં રેસાથી ભરપુર ભોજન જેમ કે ઘઉં આધારિત ઉત્પાદનો, આનાજ-કઠોળ, ફળો, પાંદડાવાળા શાકભાજી, વગેરેનો વધારો કરવાથી પાચનમાં મદદ મળી શકે છે અને તેના કારણે આંતરડા સંબંધિત સમસ્યાઓમાં રાહત મળી શકે છે તથા ઊર્જા મળવા સાથે તૃપ્તિની લાગણીમાં વધારો થાય છે, અને આમ શારીરિક વજનના વ્યવસ્થાપનને સક્ષમ બનાવવામાં મદદ મળે છે. આ પહેલ વિશે વાત કરતા એસબીયુ ચિફ ઍક્ઝિક્યુટિવ – સ્ટૅપલ્સ, સ્નેક્સ ઍન્ડ મીલ્સ, ફૂડ ડિવિઝન ITC લિ. ગણેશ કુમાર સુંદરરામને જણાવ્યું હતું કે, “પાચનક્રિયાના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વ્યક્તિના જીવનની ગુણવત્તા પર અસર કરી શકે છે. પણ આહારની ટેવોમાં ફેરફાર કરવાથી તેનું વ્યવસ્થાપન કરી શકાય છે. પાચનક્રિયાના સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગરુકતા નિર્માણ કરવા માટે વિશ્વ પાચનક્રિયા સ્વાસ્થ્ય દિન અનુકૂળ પ્રસંગ હતો.
ગ્રાહકોને આશીર્વાદ આટા વિથ મલ્ટિગ્રૅઈન્સ – જે ઘઉં, સોયા, ચણા, ઓટ, મકાઈ તથા સાયલિયમના કુશકા જેવા છ વિવિધ અનાજોનું આરોગ્યપ્રદ મિશ્રણ છે, આ બધું તેને રેસાનું ઉચ્ચ સ્રોત બનાવે છે – જેવા ઉત્પાદનો દ્વારા આધાર આપવાનો અમારો પ્રયાસ રહ્યો છે. રોજિંદા આહારમાં આ આટા વૈવિધ્યનો સમાવેશ કરવો એ વ્યક્તિના દૈનિક રેસાના પ્રમાણને વધારવા માટેના સુવિધાજનક માર્ગમાંથી એક છે. રેસાનું ઉચ્ચ પ્રમાણ ધરાવતા અન્ય આહારનો સમાવેશ તથા તેની સાથે સક્રિય વ્યાયામ નિયમિતતાનો અમલ સ્વસ્થ જીવનશૈલીને આધાર આપી શકે છે.” પ્રસિદ્ધ ડાયેટિશિયન અનુભા તાપરિયા જણાવે છે “રેસા પાચન તંત્રને આધાર આપે છે, જે પોષકતત્વના શોષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પોતાને સ્વસ્થ રાખવા માટે મોટા આંતરડાના કોષો રેસાનો ઉપયોગ ઈંધણ તરીકે કરે છે. આંતરડાની હિલચાલને સૌમ્ય તથા નિયમિત રાખી તે પાચનક્રિયાના માર્ગને પ્રવાહિત રાખવામાં મદદ કરે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ ભલામણ કરે છે કે પુખ્ત વયની વ્યક્તિના દૈનિક આહારમાં ઓછામાં ઓછા 40 ગ્રામ આહાર સંબંધિત રેસાઓનો (2000 કૅલેરી આહાર પર આધારિત) સમાવેશ હોવો જ જોઈએ.” સારા પાચન સ્વાસ્થ તંત્રના મહત્વ તરફ ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા, આશીર્વાદ આટા વિથ મલ્ટિગ્રૅઈન્સે એકથી વધુ માધ્યમોમાં સંવાદ સક્રિય કર્યો છે.