આયુર્વેદ ક્ષેત્રમાં 120 વર્ષથી વધુ વિશ્વસનીય પરંપરા ધરાવતી દવા કંપની સાણ્ડુ
તેમના નિધનથી સાણ્ડુ પરિવાર અને સાણ્ડુ ફાર્માસ્યુટિકલ્સ પરિવાર શોકમાં ડૂબ્યો
અમદાવાદ, તા.26
આયુર્વેદ ક્ષેત્રમાં 120 વર્ષથી વધુ વિશ્વસનીય પરંપરા ધરાવતી દવા કંપની સાણ્ડુ ફાર્માસ્યુટિકલ્સના અધ્યક્ષ અને વિખ્યાત ઉદ્યોગપતિ શ્રી ભાસ્કરરાવ ગોવિંદ સાણ્ડુનું 21 મે, 2021ના રોજ નિધન થયું. તેઓ 84 વર્ષના હતા. સાઈઠ વર્ષ આયુર્વેદ દવા ક્ષેત્રમાં અને સાણ્ડુ ફાર્માસ્યુટિકલ્સમાં કાર્યરત શ્રી ભાસ્કરરાવ ગોવિંદ સાણ્ડુ છેલ્લાં 20 વર્ષથી કંપનીના અધ્યક્ષ હતા. આયુર્વેદિક દવાના ક્ષેત્રમાં અતુલનીય કામગીરી કરનારા શ્રી ભાસ્કરરાવ સાણ્ડુની કારકિર્દીમાં જ સાણ્ડુ ફાર્માસ્યુટિકલ્સનનું અનેકગણું વિસ્તરણ થયું હતું. કર્મચારીઓ ચારગણા વધાર્યા, જ્યારે કંપનીનું વિસ્તરણ દેશની પાર અન્ય દેશો સુધી ફેલાયું. ઉત્પાદન 1000 ટકાથી વધ્યું હતું. ચેમ્બુરમાં સુસજ્જ કાર્યાલય, નેરુળમાં અત્યાધુનિક કારખાનું, ગોવામાં વિરાટ કારખાનું શ્રી ભાસ્કરરાવના કાર્યકાળમાં જ સાધ્ય થયાં હતાં. તેમની કારકિર્દીમાં સાણ્ડુ ફાર્માનું એથિકલ ડિવિઝન ચાલુ થઈને તેમણે અનેક આયુર્વેદિકેત્તર ડોક્ટરોને આયુર્વેદિક દવાની માહિતી આપીને તેમને આયુર્વેદિકાભિમુખ બનાવ્યા હતા.
પોદ્દાર કોલેજમાંથી વાણિજ્ય પદવી લીધેલા ભાસ્કરરાવ જમનાલાલ બજાજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પ્રથમ બેચના વિદ્યાર્થી હતા. પિતા શ્રી ગોવિંદરાવ સાણ્ડુના આદેશ અનુસાર તા.1 જાન્યુઆરી, 1960માં ઉંમરના 24મા વર્ષે તેમણે સાણ્ડુ ફાર્માસ્યુટિકલ્સના માર્કેટિંગ વિભાગમાંથી કામ શરૂ કર્યું હતું. કામમાં બતાવેલી કુશળતાને લીધે કંપનીની પ્રગતિ થતી ગઈ અને ભાસ્કરરાવ ટૂંક સમયમાં જ કંપનીના સંચાલક બન્યા હતા. તેમના કાર્યકાળમાં જ ગોવા ખાતે કારખાનું ઊભું કરવાનું કામ શરૂ થયું અને તે પછી મુંબઈ શેરબજારમાં કંપનીનું લિસ્ટિંગ થયું હતું. આ તબક્કા કંપનીની પ્રગતિમાં મૂલ્યવાન નીવડ્યા હતા અને તે ભાસ્કરરાવની કારકિર્દીમાં પાર કરાયા હતા. ભાસ્કરરાવ તેમના કોલેજકાળમાં મિસ્ટર પોદ્દાર નીવડ્યા હતા. તેમને સુદઢ એટલે કે ફિટ રહેવાનો શોખ હતો. તેઓ પાવરલિફ્ટર હતા. તેઓ પોતે કાયમ સદઢ રહેતા અને અન્યોને તેવું જ કરવાનો આગ્રહ રાખતા હતા. તેમના નિધનથી સાણ્ડુ પરિવાર અને સાણ્ડુ ફાર્માસ્યુટિકલ્સ પરિવાર શોકમાં ડૂબ્યો છે. શ્રી ભાસ્કરરાવ ગોવિંદ સાણ્ડુના નિધનથી દેશના આર્યુવેદ ક્ષેત્રમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાવા પામી છે.