યુનિવર્સલ રેઇકી ફાઉન્ડેશનના સંસ્થાપક ગોપાલ એસ.દવે 3 દિવસ રેકી ના 500 રૂપિયા સાથે ચલાવી રહ્યા છે અને કોરોનાના આ કપરા કાળમાં મહત્તમ લોકો સુધી પોતાનું યોગદાન અને સેવા આપવા ઇચ્છે છે
વિશ્વભરમાંથી તેમના 40 જેટલા હીલરોની સેવા પણ સરાહનીય કહી શકાય કે જેઓ વિશ્વના અલગ-અલગ સ્થળોએથી જોડાઇ કોરોના દર્દીઓની સારવારના આ સેવાયજ્ઞમાં જોડાઇ ઉપચાર કરી રહ્યા છે
અમદાવાદ,તા.12
કોરોનાના આ કપરા કાળમાં ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર, રાજય સરકાર, પોલીસ તંત્ર, આરોગ્ય તંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ સહિત સૌકોઇ કોરોનાને મ્હાત આપવા સતત પ્રયત્નશીલ છે પરંતુ કેટલાક નાગરિકો કે વ્યકિતઓ એવા પણ છે કે જે પોતાની રીતે વ્યકિતગત રીતે કોરોનાના સંકજામાં સપડાયેલા દર્દીઓને પોતાના થકી જે ઉપચાર કે રાહત થાય તેવા સંનિષ્ઠ પ્રયાસો કરી તેમને આ મહામારીમાંથી મુકત કરાવવાના પ્રયાસો કરી રહ્યા છે. યુનિવર્સલ રેઇકી ફાઉન્ડેશનના સંસ્થાપક ગોપાલ એસ.દવે પણ રેઇકી જેમાં ખાસ કરીને સંકલ્પ ચિકિત્સા, ક્રિસ્ટલ હીલીંગ, રેઇકી હીલીંગ અને ધ્યાન પધ્ધતિનો ઉપયોગ કરીને કોરોના દર્દીઓને કોરોનામુકત કરવાનો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. અત્યારસુધીમાં ગોપાલ એસ.દવેએ તેમના સહયોગી હીલરની ટીમ મારફતે તેમની રેઇકી ઉપચાર પધ્ધતિ દ્વારા 225થી વધુ કોરોના દર્દીઓને બહુ મોટી રાહત આપી તેમનામાં એક નવી આશા અને ઉર્જાનો સંચાર કર્યો છે.
સેવા એ માત્ર તન, મન કે ધનથી જ નહી પરંતુ તે સિવાય સકારાત્મક વિચાર અને વિશ્વના તમામ હીલરો પોતાની ઉર્જાના તરંગો મારફતે પણ કરી શકાય છે તે વાત ગોપાલ એસ.દવેએ સાર્થક કરી બતાવી છે. તાજેતરમાં તા.8મી મેના રોજ પોતાના જન્મદિવસની ઉજવણી પણ ગોપાલ એસ.દવેએ કોરોના દર્દીઓને પોતાની રેઇકી ઉપચાર પધ્ધતિ મારફતે સારવાર આપીને જ કરી હતી, જેમાં અમેરિકા સહિતના વિશ્વના જુદા જુદા ખૂણેથી તેમના સહયોગી હીલરોએ જોડાઇ પોતાની ઉર્જાના તરંગો થકી કોરોના દર્દીઓને સીધી સારવાર આપી હતી. અલબત્ત, ગોપાલ એસ.દવેના માર્ગદર્શન હેઠળ તમામ દર્દીઓને ઝુમ એપ, ઓનલાઇન અન્ય માધ્યમ કે ફોટો થકી રેઇકી ઉપચાર પધ્ધતિની સારવાર પૂરી પાડવામાં આવી હતી.
આ રેઇકી ઉપચાર પધ્ધતિમાં કોરોના દર્દીઓને ત્રણ દિવસમાં ત્રણ વખત સેશન રાખવામાં આવ્યા હતા અને તેમને સંકલ્પ ચિકિત્સા, ક્રિસ્ટલ હીલીંગ, રેઇકી હીલીંગ અને ધ્યાન પધ્ધતિનો ઉપયોગ કરીને અસરકારક અને રાહતકર્તા સારવાર પૂરી પાડવામાં આવી હતી. આશરે કુલ 300થી વધુ કોરોના દર્દીઓ આ રેઇકી ઉપચાર પધ્ધતિ હેઠળ સારવાર લઇ ચૂકયા છે. નોંધનીય વાત એ છે કે, યુનિવર્સલ રેઇકી ફાઉન્ડેશનના સંસ્થાપક ગોપાલ એસ.દવે આ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે અને કોરોનાના આ કપરા કાળમાં મહત્તમ લોકો સુધી પોતાનું યોગદાન અને સેવા આપવા ઇચ્છે છે, તેમની સાથે વિશ્વભરમાંથી તેમના 40 જેટલા હીલરોની સેવા પણ સરાહનીય કહી શકાય કે જેઓ વિશ્વના અલગ-અલગ સ્થળોએથી જોડાઇ કોરોના દર્દીઓની સારવારના આ સેવાયજ્ઞમાં જોડાઇ ઉપચાર કરી રહ્યા છે.