ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કૉંગ્રેસ દ્વારા પણ રાજયમાં તમામ શહેર, જિલ્લામાં સ્વ.રાજીવ ગાંધીજીને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પતા કાર્યક્રમ યોજાયા
કોંગ્રેસપક્ષના તમામ ધારાસભ્યો પોતાના વિસ્તારમાં એમ્બ્યુલન્સ વાન નાગરિકોને ઉપયોગકર્તા બને તે રીતે વ્યવસ્થા કરશે
રાજીવજીના કાર્યકાળમાં દેશમાં કોમ્પ્યુટરક્રાંતિ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્રાંતિ અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ અમલમાં આવી. જેના મીઠા ફળ સમગ્ર ભારતવાસીઓ અનુભવી રહ્યા છેઃ અમિત ચાવડા
અમદાવાદ,તા.21
૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ટેકનોલોજીના માધ્યમથી સામાન્ય માનવીના જીવનમાં બદલાવના જ્ઞાતા ભારતરત્ન પૂર્વ વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં તમામ જિલ્લા-તાલુકા કક્ષાએ સ્વ.રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલિ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. સ્વ.રાજીવજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં ૧૮ વર્ષે યુવાનોને મતાધિકાર આપી યુવા ભારતના નિર્માણ માટે લોકતંત્રને મજબૂતી આપી. રાજીવજીના કાર્યકાળમાં દેશમાં કોમ્પ્યુટરક્રાંતિ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્રાંતિ અને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ અમલમાં આવી. જેના મીઠા ફળ સમગ્ર ભારતવાસીઓ અનુભવી રહ્યા છે. અને ભારત દેશ સમગ્ર વિશ્વમાં અગ્રીમ રાષ્ટ્ર તરીકે સન્માનભેર આગળ વધી ચુક્યું છે.
રાજીવજી જ્યારે ભારત દેશને ટેકનોલોજીના માધ્યમથી આધુનિક ભારતના નિર્માણ માટે આગળ વધી રહ્યા હતા ત્યારે તે સમયે ભાજપ અને તેના સહયોગી સંગઠનો રાજીવજીની નીતિનો વિરોધ કરતાં હતા. ‘આ યુવાન દેશને પાછળ લઇ જશે બળદગાડામાં લોકસભામાં આવ્યા અને કહેવા લાગ્યા કે, આ કોમ્યુટર યુગમાં લઇ જઈને આ દેશમાં બેરોજગારી લાવશે’ અને હાલના વડાપ્રધાન હવે કહેવા લાગ્યા કે ડીજીટલ ઈન્ડિયા, લાવનારું કોણ ? એમને રાજીવજીની યાદ નહી આવી હોય એમને વિચાર નહી આવ્યો હોય આ દેશમાં આર્થિક ક્રાંતિની શરૂઆત પણ રાજીવજીએ કરી હતી. નવા વિચારો આપ્યા, આર્થિક સધ્ધરતા આપી. રાજીવજીએ દેશ માટે આપેલી શહીદીને નતમસ્તકે શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ.
દેશમાં પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા-મહાનગરપાલિકામાં મહિલાઓને ૩૩ ટકા રાજકીય પ્રતિનિધિત્વ આપી રાજનીતિમાં મહિલાઓને ભાગીદાર બનાવી લોકતંત્રને મજબૂત અને અસરકારક બનાવ્યું. સ્વ.રાજીવ ગાંધીએ કરેલા ઐતિહાસિક કામોને દેશ હંમેશા યાદ રાખશે. રાજીવજીની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલી કાર્યક્રમોની સાથે સમગ્ર રાજ્યમાં સામાન્ય નાગરિકોને મહામારીમાં મદદકર્તા બનવાના વિવિધ કાર્યક્રમોમાં સિવિલ હોસ્પીટલ ખાતે દર્દીઓના સ્વજનોને જમવાનું અપાયું. કોરોનાના કપરા કાળમાં અમદાવાદ શહેરમાં ૩૦૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ૧ મહિનાની રેશનકીટ અપાઈ. કોરોના મહામારીમાં દર્દીઓને સૌથી મોટી મુશ્કેલી એમ્બ્યુલન્સની હતી ત્યારે કોંગ્રેસપક્ષ આજથી બે એમ્બ્યુલન્સ અર્પણવિધીનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસપક્ષના તમામ ધારાસભ્યો પોતાના વિસ્તારમાં એમ્બ્યુલન્સ વાન નાગરિકોને ઉપયોગકર્તા બને તે રીતે વ્યવસ્થા કરશે. સાથોસાથ, ‘‘તાઉતે’’ વાવાઝોડામાં જે વિસ્તારમાં સૌથી વધુ અસર પામ્યા છે નુકસાની છે ત્યાં કોંગ્રેસ પક્ષ તે અસરગ્રસ્ત પરિવારોને સ્થાનિક મદદકર્તા બનશે.
ભારત ના પૂર્વ વડાપ્રધાન , ભારત રત્ન, અને 21 મી સદી માં દેશવાસીઓ ને કોમ્પ્યુટર યુગ ની ભેટ આપનાર, હર હંમેશ મજદૂર ના રોજગાર ની ચિંતા સાથે તેમના જીવન ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ એવા યુવાનોના લાડીલા સ્વ, શ્રી રાજીવ ગાંધીની 30 મી પુણ્યતિથી નિમિતે ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કૉંગ્રેસ દ્વારા રાજયમાં તમામ શહેર, જિલ્લામાં સ્વ.રાજીવ ગાંધીજીને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે અમદાવાદ શહેરમાં ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કૉંગ્રેસના ચેરમેન અશોક પંજાબી અને પ્રમુખ વિપુલ ત્રિવેદીના નેજા હેઠળ વિવિધ જગ્યાએ સ્વ.રાજીવજીને શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી. સ્વ.રાજીવજીની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ધારાસભ્ય સર્વશ્રી શૈલેષભાઈ પરમાર, હિંમતસિંહ પટેલ, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, રાજ્યસભાના સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞીક, સોશ્યલ મીડીયાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રોહન ગુપ્તા, કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી, અમદાવાદ શહેરના કોર્પોરેટરશ્રીઓ સહિતના મહાનુભાવોએ શ્રધ્ધાંજલી અર્પી રાજીવજીના કાર્યોને યાદ કર્યા હતા.