રાજયભરમાં મ્યુકોરમાઇકોસીસના વધી રહેલા ગંભીર અને ચિંતાજનક કેસો છતાં સરકાર દ્વારા મ્યુકોરમાઇકોસીસને લઇ મહામારી જાહેર નહી કરાતાં કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશીએ ગંભીર સવાલો ઉઠાવ્યા
મ્યુકોરમાઇકોસીસ રોગના દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન પણ મળતા નથી ત્યારે રાજ્ય સરકારે દર્દીઓને રામ ભરોસે મૂકી દીધા હોવાનો આક્ષેપ
અમદાવાદ,તા.20
કોરોના મહામારી વચ્ચે હવે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં મ્યુકોરમાઇકોસીસસના કેસો ગંભીર અને ચિંતાજનક હદે વધી રહ્યા હોઇ તેમ જ તેના દર્દીના મૃત્યુ દરમાં પણ નોંધપાત્ર વધારો નોંધાઇ રહ્યો હોઇ કોંગ્રેસ દ્વારા હવે મ્યુકોરમાઇકોસીસને ખતરનાક મહામારી જાહેર કરવા ઉગ્ર માંગણી કરી છે. કોંગ્રેસે મ્યુકોરમાઇકોસીસને લઇ રાજય સરકારના ઉદાસીન અને ઢીલા વલણને લઇને પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ રાજય સરકાર અને તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવતાં જણાવ્યું કે, દેશના અન્ય કેટલાક રાજયોએ મ્યુકોરમાઇકોસીસને ડેન્જરસ ડિસીઝ જાહેર કરી છે ત્યારે ગુજરાત સરકારે શા માટે હજુ સુધી મ્યુકોરમાઇકોસીસને ડેન્જરસ ડિસીઝ જાહેર નથી કરી તે બહુ ગંભીર પ્રશ્ન છે.
ડો.મનીષ દોશીએ વધુમાં જણાવ્યું કે, કોરોનામાંથી સાજા થયા બાદ હવે અમદાવાદ સહિત રાજ્ય ભરમાં મ્યુકોરમાઇકોસીસના કેસ વધી રહ્યા છે. આ રોગના દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન પણ મળતા નથી ત્યારે રાજ્ય સરકારે દર્દીઓને રામ ભરોસે મૂકી દીધા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ આ બીમારીને મહામારી જાહેર કરી દીધી છે ત્યારે ગુજરાત સરકાર મ્યુકોરમાઇકોસીસને ડેન્જરસ ડીસીઝ કેમ જાહેર નથી કરતી? તેવા ગંભીર સવાલ તેમણે ઉઠાવ્યા છે.
તેમણે ઉમેર્યું કે, કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસીસ રાજ્યભરમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વધતા કેસને લઇ કોંગ્રેસ સરકારના વલણની અને તેના દર્દીને સારવારમાં પડી રહેલી તકલીફ અને હાલાકીને લઇ નિંદા કરે છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સ્પષ્ટ કર્યું કે, અન્ય રાજ્યોએ મ્યુકોરમાઇકોસીસ બિમારીના કેસ વધતા તેને મહામારી જાહેર કરી છે. રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રે મ્યુકોરમાઈકોસીસને મહામારી જાહેર કરી છે ત્યારે ગુજરાત સરકારે ઈન્જેકશન ખરીદવા આજે હજુ ટેન્ડર બહાર પાડ્યા છે. ગુજરાત સરકાર મ્યુકોરમાઇકોસીસને ડેન્જરસ ડીસીઝ કેમ જાહેર નથી કરતી. બીજા રાજ્યોને માર્ગદર્શન આપવાની વાત કરતી સરકાર ટેન્ડર હજુ હવે જાહેર કરે છે. રાજય સરકારના ઉદાસીન અને ઢીલા વલણના કારણે મ્યુકોરમાઇકોસીસના દર્દીને તાત્કાલિક અને જરૂરિયાત પ્રમાણે ઇન્જેકશન પણ નથી મળી રહ્યા તે બહુ ગંભીર અને શરમજનક વાત કહી શકાય. અમારી માંગ છે કે, મ્યુકોરમાઇકોસીસ કે જે બહુ ગંભીર અને ખતરનાક બિમારી છે, ત્યારે ગુજરાત સરકાર તેના દર્દી માટે તાત્કાલિક ધોરણે ઇન્જેકશન અને અસરકારક સારવાર પૂરા પાડવાની વ્યવસ્થા કરે અને આ બિમારીને ખતરનાક મહામારી જાહેર કરે. મ્યુકોરમાઇકોસીસ રોગના દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન પણ મળતા નથી ત્યારે રાજ્ય સરકારે દર્દીઓને રામ ભરોસે મૂકી દીધા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો