અમદાવાદ પાસે સાણંદ તાલુકાના મોતીપુરા ગામમાં નટ બજાણીયા કોમના આશરે 3500ની વસ્તીનું ગામ આવેલું છે. અહીં રોજી-રોટીનું માટે લોકો ગાવા-વગાડવાનું કામ કરી પોતાની આજીવિકા ચલાવે છે. પરંતુ આર્થિક રીતે પછાત ગામ હોવાથી મોટાભાગના લોકો દારૂ પીવાના બંધારણી થઈ ગયા હોવાથી લોકોમાં ધીમે ધીમે મૃત્યુનું પ્રમાણ વધવા લાગ્યું. તેથી આ ગામની મોટાભાગની મહિલાઓ વિધવા બની ગઈ અને પોતાનું ઘર ચાલવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાથી, ગામના સરપંચ શ્રી ભારતભાઈ નાયકને ગામમાં જેલ બનાવી સજા કરી દંડ લેવાનો વિચાર આવ્યો. પરંતુ શરૂઆતમાં ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરી ગામના માણસોને ભરોસો અપાવી 15 માણસોની કમીટી બનાવી દારૂ પીને આવનાર માણસને ગામમાંથી શોધી કાઢી ને ગામ દ્રારા બનાવેલ જેલમાં 24 કલાક રાખવાનું નક્કી કરવામાં આવ્યું અને 1200 રૂપિયા દંડ પેટે લઈને તેને જેલમાંથી છોડવામાં આવતો. આનું પરીણામ એ આવ્યું કે ગામના યુવાનો ધીમે ધીમે શરમના માર્યા દારૂ પીવાનું લગભગ બંધ કર્યુ અને આજે ગામમાં લોકો શાંતિની જિંદગી બશર કરે છે. અને આજે આ ગામની નોંધ ગુજરાત સરકાર, પોલીસ પ્રશાસન અને અન્ય ગામોએ લીધી. અને સરકાર તરફથી ગામના સરપંચને સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું છે.
જેલમાં 24 કલાક ફરજીયાત રાખવામાં આવે છે.
2018માં સરપંચ શ્રી ભરતભાઈ નાયકને તેમના પત્ની પૂર્વ મહિલા સરપંચ શ્રીમતી જીગીશાબેન નાયક દ્રારા આ વિચાર આવેલો અને ગામમાં અમુક બુદ્ધિજીવી માણસોને વિશ્વાસમાં લઈ જેલ બનાવવાનો વિચાર અમલ કરી અને 1200 દંડ પેટે લેવાનું નક્કી કરવામાં આવ્યું.
દંડની રકમમાંથી ગામના વિકાસના કામો કરવામાં આવે છે.
આશરે અત્યાર સુધીમાં 2 લાખ જેટલો દંડ ગામ કમીટી દ્રારા વસુલવામાં આવ્યો છે. ઉગારવેલ દંડની કાયદેસરની પહોંચ આપવામાં આવે છે, અને કમીટી દ્રારા ભેગો કરેલા દંડમાંથી ગામના ધાર્મિક અને વિકાસના કામો કરવામાં આવે છે.