News Archives - News

હાઈ લાઇફ એક્ઝિબિશનમાં નવરાત્રિનો જામ્યો ફેશનનો રંગ
પથિક લીંબાચીયા, અમદાવાદ:
13 ઓક્ટોબર 2026:

13 અને 14 ઓક્ટોબર દરમિયાન લે મેરિડીયન, રામદેવ નગર હોટલ ખાતે બે દિવસીય હાઈ લાઇફ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

35 થી વધુ સ્ટોલ્સમાં 100 થી વધુ ડિઝાઇનર્સ દ્વારા નવરાત્રી માટે અનોખો ફેશનેબલ પરિધાનો પ્રસ્તુત કરવામાં આવ્યું છે. મિસ્ટર પેટ્રિક દ્વારા માહિતી આપવામાં આવી અને મેઘના ઓઝા, અર્ચના સોની, રાખી શાહ અને સમ્યક વિમેન્સ ક્લબ ના સભ્યો અને વૉન્ડર વિમેન્સ ક્લબ ના રાખી જૈન નું ખાસ સન્માન કરવામાં આવ્યું.

આ બે દિવસીય પ્રદર્શન 13 અને 14 ઓક્ટોબર દરમિયાન સવાર 10 વાગ્યા થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.

#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #Hi-Life #Hi-LifeExhibition #Fashion #Style #Decor #Luxury #HL

The post હાઈ લાઇફ એક્ઝિબિશનમાં નવરાત્રિનો જામ્યો ફેશનનો રંગ appeared first on News.

🏆 કોર્પોરેશન સંચાલિત વાસણા જીમના ખેલાડીઓની પાવરલિફ્ટિંગમાં શાનદાર સિદ્ધિ 🏆
અમદાવાદ: 13 ઓક્ટોબર 2026:

Powerlifting Sports Association, Gujarat દ્વારા તા. ૦૩ અને ૦૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આયોજિત ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ–૨૦૨૬માં કોર્પોરેશન સંચાલિત વાસણા જીમના સભ્યો તથા કોચે ઉત્કૃષ્ટ રમતગમત પ્રદર્શન કરી વિવિધ વજન કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી વાસણા જીમનું ગૌરવ વધાર્યું છે.

આ સ્પર્ધામાં વાસણા જીમના ખેલાડીઓએ નીચે મુજબની સિદ્ધિ હાંસલ કરી છે:

ભાવિક ત્રિપાઠી – ૯૩ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ તથા બેસ્ટ લિફ્ટરનો ખિતાબ મેળવ્યો.

યોગેશ દાતણીયા (કોચ) – ૭૪ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી શાનદાર પ્રદર્શન કર્યું.

મુકેશભાઈ સોલંકી – ૬૬ કિગ્રામાં (માસ્ટર ૨ કેટેગરીમાં) ગોલ્ડ મેડલ મેળવ્યો.

ધ્રુમલ પટેલ – ૫૯ કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો.

પંકજ વિશ્વકર્મા – ૬૬ કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો.

પ્રશાંત દંતાણી – ૫૯ કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

વિશાલ રાઠોડ – ૭૪ કિગ્રા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો.

આમ, વાસણા જીમના ખેલાડીઓએ કુલ ૨ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ, તેમજ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ અને બેસ્ટ લિફ્ટરનો ખિતાબ મેળવી વાસણા જીમ તથા અમદાવાદ શહેરનું ગૌરવ વધાર્યું છે.

ખેલાડીઓની આ સફળતા પાછળ તેમની સતત મહેનત, શિસ્ત, નિયમિત તાલીમ અને કોચના માર્ગદર્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. વાસણા જીમના કોચ, સભ્યો અને સમગ્ર જીમ પરિવાર દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ રમતગમત ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #PowerliftingSportsAssociation #Gujarat #Vasna #AMC

The post 🏆 કોર્પોરેશન સંચાલિત વાસણા જીમના ખેલાડીઓની પાવરલિફ્ટિંગમાં શાનદાર સિદ્ધિ 🏆 appeared first on News.

અમદાવાદમાં PLASTFOCUS 2027નું લોન્ચિંગ: ભારતીય પ્લાસ્ટિક ઉદ્યોગને વૈશ્વિક મંચ સાથે જોડવાની નવી પહેલ
PMMAI અને મેસ્સે ડસેલડોર્ફ ઇન્ડિયાની વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા PLASTFOCUS ‘K Alliance’ નો ભાગ બનશે

પથિક લીંબાચીયા, અમદાવાદ:
12 ઓક્ટોબર 2026:

પ્લાસ્ટિક મશીનરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (PMMAI) અને મેસ્સે ડસેલડોર્ફ ઇન્ડિયાએ આજે અમદાવાદમાં PLASTFOCUS 2027નું સત્તાવાર લોન્ચિંગ કર્યું. આ ભાગીદારી ભારતીય પ્લાસ્ટિક મશીનરી ઉદ્યોગને વૈશ્વિક બજારો, અદ્યતન ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય વ્યાપારી તકો સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
2027થી બંને સંસ્થાઓ PLASTFOCUSની સંયુક્ત માલિકી ધરાવશે અને તેનું સંયુક્ત આયોજન કરશે. આ પ્રદર્શન મેસ્સે ડસેલડોર્ફના વૈશ્વિક પ્લાસ્ટિક અને રબર પ્રદર્શન નેટવર્ક ‘K Alliance’ નો ભાગ બનશે. PMMAIના ઉદ્યોગજ્ઞાન અને મજબૂત સંપર્કોને મેસ્સે ડસેલડોર્ફના આંતરરાષ્ટ્રીય નેટવર્ક તથા પ્રદર્શન આયોજનના અનુભવ સાથે જોડીને ભારતીય અને વૈશ્વિક કંપનીઓ માટે નવી તકો ઊભી કરવાનું આ ભાગીદારીનું મુખ્ય લક્ષ્ય છે.
ભારતના વૈશ્વિક જોડાણને નવી દિશા

Messe Düsseldorf GmbHના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) મારિયસ બર્લેમાને જણાવ્યું હતું કે, “ભારત વૈશ્વિક પ્લાસ્ટિક અને રબર ઉદ્યોગ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બજાર છે. PLASTFOCUSને ‘K Alliance’ સાથે જોડવાથી ભારતીય ઉદ્યોગ અને વૈશ્વિક નેટવર્ક વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે. આથી પ્રદર્શકોને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો અને ટેક્નોલોજી ભાગીદારો સુધી પહોંચવાની તથા મુલાકાતીઓને વૈશ્વિક નવીનતાઓનો અનુભવ કરવાની વધુ તકો મળશે.”

PLASTFOCUS 2027 બેંગલુરુમાં યોજાશે

PLASTFOCUSની ત્રીજી આવૃત્તિ 23થી 26 જૂન 2027 દરમિયાન બેંગલુરુ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર (BIEC), બેંગલુરુ ખાતે યોજાશે. દિલ્હી/નોઇડાથી બેંગલુરુ સ્થળાંતર પ્રદર્શનના વિકાસમાં મહત્વપૂર્ણ પગલું છે, જે ભારતના ઉત્પાદન અને ટેક્નોલોજી ક્ષેત્ર સાથે તેની કનેક્ટિવિટી વધારશે.

મેસ્સે ડસેલડોર્ફ ઇન્ડિયાના જનરલ મેનેજર અજય ગુલાટીએ જણાવ્યું હતું કે, “PLASTFOCUS એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. અમારું ધ્યાન માત્ર પ્રદર્શનના કદ પર નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત વ્યાવસાયિક સંવાદ, ટેક્નોલોજી પ્રદર્શન, જ્ઞાનના આદાનપ્રદાન અને નવી ભાગીદારીના નિર્માણ પર છે. અમે ભારતીય ઉદ્યોગને ભારત અને વિશ્વની અદ્યતન ટેક્નોલોજી તથા ઉકેલો સુધી પહોંચ આપતું પ્લેટફોર્મ બનાવવા માગીએ છીએ.”
ટેક્નોલોજી, વ્યવસાય અને નવીનતા માટેનું પ્લેટફોર્મ

PLASTFOCUS 2027માં પ્લાસ્ટિક મૂલ્ય શૃંખલાના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ જોવા મળશે. તેમાં મશીનરી, પ્રોસેસિંગ અને કન્વર્ટિંગ ટેક્નોલોજી, કાચો માલ, ઓટોમેશન, રિસાયક્લિંગ, આનુષંગિક સાધનો અને તૈયાર ઉકેલોનો સમાવેશ થશે. આ પ્રદર્શન કંપનીઓને નવી ટેક્નોલોજીનું મૂલ્યાંકન કરવા, ઉત્પાદકો સાથે સીધો સંપર્ક સાધવા અને ઉત્પાદકતા, ગુણવત્તા, ટકાઉપણું તથા સ્પર્ધાત્મકતા વધારતા ઉકેલો શોધવાની તક આપશે.
ભારતીય પ્લાસ્ટિક ઉદ્યોગ વૃદ્ધિની નોંધપાત્ર સંભાવના ધરાવે છે. બજારના અંદાજો અનુસાર, ઉદ્યોગનું મૂલ્ય 2025માં USD 44 બિલિયનથી વધુ હતું અને 2031 સુધીમાં USD 63 બિલિયનથી વધુ થવાની ધારણા છે. બીજી તરફ, ટકાઉપણું, પરિપત્ર અર્થતંત્ર, રિસાયક્લિંગ, ઊર્જા કાર્યક્ષમતા, ઓટોમેશન અને ડિજિટલાઇઝેશન જેવા ક્ષેત્રો ઉદ્યોગના પરિવર્તનને વેગ આપી રહ્યા છે. PLASTFOCUS આ વિકાસ માટે જરૂરી ટેક્નોલોજી અને સહયોગને પ્રોત્સાહન આપશે.

ભારતીય મશીનરી ઉત્પાદકો માટે વૈશ્વિક તકો

પ્લાસ્ટિક મશીનરી મેન્યુફેકચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (PMMAI)ના પ્રમુખ અને નિયોપ્લાસ્ટ એન્જિનિયરીંગ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તુષાર પરીખે જણાવ્યું હતું કે, “ભારતીય પ્લાસ્ટિક મશીનરી ઉત્પાદકો પાસે દેશ અને વિદેશના ગ્રાહકોને આપવા માટે ઘણું છે. PLASTFOCUSની રચના ભારતીય ઉત્પાદકોને પોતાની ક્ષમતાઓ દર્શાવવા, ગ્રાહકોનો વિશ્વાસ જીતવા અને નવા બજારોમાં વિસ્તરણ કરવા માટે કરવામાં આવી છે. મેસ્સે ડસેલડોર્ફ સાથેની ભાગીદારી આ પ્રયાસને વધુ મજબૂત બનાવશે.”

PMMAIના માનદ ખજાનચી અને રાજૂ એન્જિનિયર્સ લિમિટેડના ડિરેક્ટર સુનીલ જૈને ઉમેર્યું હતું કે, “હવે વિશ્વને ભારતમાં આવવાની અને ભારતીય મશીનરી ઉદ્યોગની ક્ષમતાઓ નિહાળવાની તક આપવાનો સમય છે. PLASTFOCUS ભારતીય ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચવા, વૈશ્વિક સંબંધો વિકસાવવા અને તેમની ક્ષમતાને યોગ્ય ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર બનશે.”

આ ભાગીદારી માત્ર પ્લાસ્ટિક અને રબર ક્ષેત્ર પૂરતી મર્યાદિત નહીં રહે; ભવિષ્યમાં પેકેજિંગ અને પ્રિન્ટિંગ જેવા સંબંધિત ક્ષેત્રોમાં પણ નવી તકો ઊભી થવાની સંભાવના છે. PLASTFOCUS 2027નો ઉદ્દેશ્ય ભારતીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગજગતને એક મંચ પર લાવી ટેક્નોલોજી, વ્યવસાય અને લાંબા ગાળાના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
સંસ્થાઓ વિશે

મેસ્સે ડસેલડોર્ફ ઇન્ડિયા: Messe Düsseldorf GmbHની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, જે ભારતમાં વ્યાવસાયિક પ્રદર્શનોનું આયોજન કરે છે અને મેસ્સે ડસેલડોર્ફ ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે છે. www.md-india.com
Messe Düsseldorf GmbH: ભારતમાં પ્લાસ્ટિક પ્રોસેસિંગ, કન્વર્ટિંગ, પેકેજિંગ અને સંબંધિત મશીનરી ઉત્પાદકોના હિતોનું પ્રતિનિધિત્વ કરતું બિન-લાભકારી ઉદ્યોગ સંગઠન તથા PLASTFOCUSનું સ્થાપક. www.pmmai.org
‘K’ પ્રદર્શન: મેસ્સે ડસેલડોર્ફ દ્વારા 1952થી આયોજિત થતું અને દર ત્રણ વર્ષે યોજાતું વૈશ્વિક પ્લાસ્ટિક અને રબર ઉદ્યોગનું અગ્રણી પ્રદર્શન. www.k-online.com

‘K’ (ડ્યુસેલ્ડોર્ફ) વિશે:

‘K’ નું આયોજન સૌપ્રથમ 1952માં મેસ્સે ડસેલડોર્ફ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે દર ત્રણ વર્ષે યોજાય છે. 2025માં યોજાયેલા છેલ્લા ‘K’ પ્રદર્શનમાં 65 દેશોમાંથી 3,246 પ્રદર્શકોએ ભાગ લીધો હતો; આ પ્રદર્શન 1,76,000 ચોરસ મીટરથી વધુના ચોખ્ખા પ્રદર્શન વિસ્તારમાં ફેલાયેલું હતું અને તેમાં લગભગ 1,69,000 વ્યાપારી મુલાકાતીઓ આવ્યા હતા, જેમાંથી 73 ટકા મુલાકાતીઓ વિદેશથી આવ્યા હતા. www.k-online.com
મેસ્સે ડસેલડોર્ફ ઇન્ડિયા વિશે:

Messe Düsseldorf India Pvt. Ltd. એ Messe Düsseldorf GmbH ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. તે ભારતમાં અગ્રણી વ્યાપારી પ્રદર્શનોનું આયોજન કરે છે અને ભારતીય બજારમાં મેસ્સે ડસેલડોર્ફ ગ્રુપ નું પ્રતિનિધિત્વ કરે છે. તે એશિયા માટેના મેસ્સે ડસેલડોર્ફ ના પ્રાદેશિક હબ (MDfA) નો એક ભાગ છે. www.md-india.com

Plastics Machinery Manufacturers Association of India (PMMAI) વિશે:

PMMAI એ એક બિન-લાભકારી ઉદ્યોગ સંગઠન છે જે ભારતમાં પ્લાસ્ટિક પ્રોસેસિંગ, કન્વર્ટિંગ, પેકેજિંગ અને સંલગ્ન મશીનરી ઉત્પાદન ઉદ્યોગના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. તે પ્લાસ્ટિક મશીનરી અને ટેક્નોલોજી માટેના ભારતના અગ્રણી પ્રદર્શન “PLASTFOCUS” નું સ્થાપક પણ છે. www.pmmai.org

#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #PLASTFOCUS2027 #MesseDüsseldorf  #PLASTFOCUS  #PlasticsMachineryManufacturersAssociationofIndia #PMMAI #MesseDüsseldorfIndiaPvt.Ltd. #K.Alliance

The post અમદાવાદમાં PLASTFOCUS 2027નું લોન્ચિંગ: ભારતીય પ્લાસ્ટિક ઉદ્યોગને વૈશ્વિક મંચ સાથે જોડવાની નવી પહેલ appeared first on News.

નવરાત્રિની ભવ્ય ઉજવણી: ખેલૈયાઓના થનગનાટથી ગુંજી ઉઠ્યું ગરબા કેપિટલ અમદાવાદ
કિર્તીદાન ગઢવી, ઐશ્વર્યા મજમુદાર, આદિત્ય ગઢવી, શ્યામલ સૌમિલ, મૌલિક રાઠોડ સહિતના કલાકારો અમદાવાદીઓને ખાસ કરીને યુવાધનને રાસ-ગરબાના તાલે ઝુમાવશે

યુવા કલાકારોમાં મૌલિક રાઠોડ ઉબરતો સિતારો કે યુવાનોમાં અનોખી લોકચાહના મેળવી રહ્યો છે, આ સિવાય પણ અન્ય કલાકારો રાસ-ગરબાની રમઝટ વચ્ચે સગીંત અને મસ્તીના સૂર રેલાવશે

અમદાવાદ: 07 ઓક્ટોબર 2026:

વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ એટલે કે નવરાત્રિનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની ગણાતા અમદાવાદમાં આ વર્ષે નવરાત્રિને લઈને અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. હવામાં ઓગળેલી આસોની ગુલાબી ઠંડી અને ઢોલના ધબકારા વચ્ચે અમદાવાદીઓ માતાજીની ભક્તિ અને ગરબાના રંગે રંગાયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારથી લઈને પૂર્વ સુધીના તમામ પાર્ટી પ્લોટ્સ, ક્લબો અને શેરી ગરબાના ચોકો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. ખેલૈયાઓ પરંપરાગત ચણિયા-ચોળી, આભલાવાળા કેડિયા અને ઓક્સિડાઈઝ્ડ જ્વેલરીના અવનવા શણગાર સજીને ગરબાના મેદાનોમાં ઉતરી પડ્યા છે. નવરાત્રિને લઇ ભકિત અને પરંપરાગત સંસ્કૃતિનો અનોખો માહોલ સર્જાયો છે.
આ વખતે અમદાવાદના નવરાત્રિ મહોત્સવમાં બહુ મોટા ગજાના અને લોકપ્રિય સ્ટાર-કલાકારો ખૈલેયાઓને રાસ-ગરબાના તાલે ભારે ઉત્સાહ સાથે નચાવશે., જેમાં જાણીતી સીંગર ઐશ્વર્યા મજમુદાર, કિર્તીદાન ગઢવી, શ્યામલ સૌમિલ, આદિત્ય ગઢવી, દેવાયત ખાવડ, ઇશાની દવે, મૌલિક રાઠોડ, યશ બારોટ, કાજલ મહેરીયા, રિધ્ધિ વ્યાસ, અરવિંદ વેગડા સહિતના કલાકારો રાસ-ગરબાની રમઝટ રેલાવશે. નવરાત્રિના રાસોત્સવમાં આ વખતનો મૌલિક રાઠોડ નવો ઉભરતો સિતારો છે અને યુવા પેઢીમાં તે અનોખી લોકચાહના મેળવી રહ્યો છે. આ સિવાય પણ અન્ય કલાકારોના એસી ડોમ, હોલ, પાર્ટી પ્લોટ અને શેરી-મહોલ્લામાં કાર્યક્રમો આયોજિત છે.

અમદાવાદમાં ગરબાના આકર્ષણનું કેન્દ્ર બનેલા મુખ્ય સ્થળો:

અમદાવાદમાં પરંપરાગત ગરબાની સાથે સાથે હવે લાઈવ કોન્સર્ટ અને મ્યુઝિક ફેસ્ટિવલ જેવો ટ્રેન્ડ પણ ખૂબ આગળ વધ્યો છે. શહેરમાં સૌથી વધુ ધૂમ મચાવી રહેલા મુખ્ય સ્થળો આ મુજબ છે:

• વાઇબ્રન્ટ નવરાત્રિ (જીએમડીસી ગ્રાઉન્ડ): ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ તેના ભવ્ય સ્ટેજ, સાંસ્કૃતિક પ્રદર્શનો અને સુપ્રસિદ્ધ કલાકારોના કારણે હંમેશા મોખરે રહે છે. અહીં પાસ સિસ્ટમ દ્વારા લોકો માટે ખાસ સુવિધાઓ ઊભી કરાઈ છે.
• એસ. જી. હાઈવે અને શિલજ સર્કલના પાર્ટી પ્લોટ્સ: કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ ઉપરાંત શિલજથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચેના એસ.પી. રિંગ રોડ પર આવેલા અનેક પ્રીમિયમ ગરબા વેન્યુ પર યુવાધન મોટા પાયે ઉમટી રહ્યું છે. અહીં ખ્યાતનામ સિંગર્સના તાલે ગરબાની ધૂમ મચી છે. એસ.જી હાઇવેના પાર્ટી પ્લોટો અને કલબોમાં બુકીંગ ફુલ છે.
• નવા ટ્રેન્ડ્સ અને થીમ બેઝ્ડ ગરબા: શહેરમાં ‘શેરી અફેર’ અને BNI જેવી કન્સેપ્ટ ઇવેન્ટ્સ પણ આ વર્ષે ભારે આકર્ષણ જમાવી રહી છે, જ્યાં ખેલૈયાઓ કસ્ટમાઇઝ્ડ આઉટફિટ્સ સાથે ઝૂમી રહ્યા છે.
• પરંપરાગત શેરી ગરબા: નવરંગપુરા, નારણપુરા અને મણિનગર જેવા વિસ્તારોની સોસાયટીઓ તેમજ ઓલ્ડ સિટી (કોટ વિસ્તાર)ના પોળના ગરબા આજે પણ પ્રાચીન ગરબાની પરંપરાને જીવંત રાખે છે.

ખરીદી અને ફૂડ માર્કેટમાં ભારે તેજી

નવરાત્રિના કારણે શહેરના આર્થિક તંત્રને પણ મોટો વેગ મળ્યો છે. અમદાવાદનું જાણીતું લો ગાર્ડન માર્કેટ ટ્રેડિશનલ ડ્રેસ અને જ્વેલરી ખરીદનારાઓથી હાઉસફુલ જોવા મળી રહ્યું છે. ખેલૈયાઓ એક-એક કસ્ટમાઇઝ્ડ આઉટફિટ પાછળ રૂ. 8,000થી લઇ રૃ. 15,000 સુધીનો ખર્ચ કરી રહ્યા છે.

ગરબા રમ્યા બાદ મોડી રાત્રે ભૂખ સંતોષવા માટે ખાણી-પીણી બજારોમાં પણ ભારે ભીડ જોવા મળે છે. સદીઓ જૂનું માણેકચોક મધ્યરાત્રિ બાદ પાવભાજી અને અવનવી ચીઝી વાનગીઓ ખાવા આવતા ગરબા રસિયાઓથી ઉભરાઈ જાય છે. આ સિવાય સિંધુ ભવન રોડ (SBR) પણ નાઇટ લાઇફ અને ફૂડ લવર્સનું હોટસ્પોટ બન્યું છે.

પોલીસ શી ટીમ, એઆઇ ટેકનોલોજી, ડ્રોન અને ખાનગી ડ્રેસમાં સુરક્ષા માટે એલર્ટ

તહેવારની ઉજવણી સુખરૂપ સંપન્ન થાય તે માટે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. મોડી રાત્રે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે 40થી વધુ કડક માર્ગદર્શિકાઓ અમલી બનાવવામાં આવી છે. ખેલૈયાઓ અને મુસાફરોની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. ખાનગી અને સાદા ગણવેશમાં સી ટીમ અને અન્ય પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ નવરાત્રિ દરમ્યાન ફરજમાં ખડેપગે તૈનાત રહેવાના હોઇ ટીખળખોર કે ન્યુસન્સ તત્વોએ સાવચેત થઇ જવુ, અન્યથા પરિણામો ભોગવવા પડશે. આ સિવાય પોલીસ તંત્ર દ્વારા એઆઇ સીસ્ટમ, ડ્રોન અને નાઇટ વીઝન કેમેરાથી પણ સંબંધિત સ્થળોએ બાજ નજર રખાશે.

માતાજીની આરાધના, ઢોલના થનગનાટ, મનમોહક રોશની અને ખેલૈયાઓના અદભુત ઉત્સાહ સાથે અમદાવાદ શહેર અત્યારે પૂર્ણપણે નવરાત્રિના ભક્તિમય અને સાંસ્કૃતિક રંગમાં રંગાઈ ગયું છે.

#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #Garaba #Navratri #NavratriGaraba #kirtidabGadhavi #AaishariyaMajumdar #maulikRathod #navratei2026 #aadityGadhavi #shyamal_Souamil

The post નવરાત્રિની ભવ્ય ઉજવણી: ખેલૈયાઓના થનગનાટથી ગુંજી ઉઠ્યું ગરબા કેપિટલ અમદાવાદ appeared first on News.

“એએમએ – ડો. પ્રેરક શાહ આયુર્વેદ એક્ટિવિટી” દ્રારા આયુર્વેદથી લઈને ઝેન દ્રારા સર્વાંગી સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે ભારત અને જાપાનના સહિયારા વારસાને જોડવાનો પ્રયાસ:
જાણીતા આયુર્વેદ તજજ્ઞ ડો. પ્રેરક શાહે જાપાનમાં ત્રણ આંતરરાષ્ટ્રીય પરિષદોને સંબોધિત કરી

પથિક લીંબાચીયા, અમદાવાદ:
10 ઓક્ટોબર 2026:

“અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) – ડો. પ્રેરક શાહ આયુર્વેદ એક્ટિવિટી”ના નેજા હેઠળ, આયુલિંક આયુર્વેદના સ્થાપક, ગુજરાતમાં ક્લિનિકલ પંચકર્મ પ્રેક્ટિસના અગ્રણી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત આયુર્વેદ કન્સલ્ટન્ટ, શિક્ષક તથા મોટિવેશનલ સ્પીકર ડો. પ્રેરક શાહ વ્યક્તિગત અને સામાજિક કલ્યાણ માટે આયુર્વેદનો સતત પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે.

ભારત અને જાપાન વર્ષ ૨૦૨૭માં તેમના રાજદ્રારી સંબંધોની ૭૫મી લેન્ડમાર્ક વર્ષગાંઠ ઉજવવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને વૈચારિક સંબંધોને નવી અભિવ્યક્તિ મળી રહી છે. આયુર્વેદના પ્રાચીન મન-શરીરના જ્ઞાનથી લઈને ઝેનની માનસિક સ્પષ્ટતા સુધી, બંને સંસ્કૃતિઓ સર્વાંગી આરોગ્ય, સંતુલન અને દીર્ઘાયુષ્ય પ્રત્યે ઊંડી પ્રતિબધ્ધતા ધરાવે છે.

આ સાંસ્કૃતિક આદાન-પ્રદાનને મજબૂત વેગ આપતાં, ડો. પ્રેરક શાહને ઓગસ્ટ ૨૦૨૬માં ટોક્યો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગ્લોબલ કીનોટ સ્પીકર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, ઓક્ટોબર ૨૦૨૬માં તેમને વધુ બે આંતરરાષ્ટ્રીય પરિષદો”ટેન્થ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ટ્રેડીશનલ મેડિસિન, એથનોમેડિસિન એન્ડ નેચરલ થેરાપીઝ” અને “વર્લ્ડ એજિંગ એન્ડ લોન્ગેટીવીટી કોન્ફરન્સ ૨૦૨૬”માં પણ મુખ્ય વક્તા તરીકે પ્રવચન આપવા માટે આમંત્રણ મળ્યું હતું.

આ પરિષદો દરમિયાન ડો. શાહે નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો:

· જાપાનમાં આયુર્વેદના અવાજને બુલંદ કરવો: સમકાલીન વૈશ્વિક આરોગ્ય પડકારો, પ્રિવેન્ટીવ કેર અને સ્વસ્થ વૃધ્ધ-અવસ્થાના ઉકેલ માટે પરંપરાગત ભારતીય ચિકિત્સા પધ્ધતિની કાલાતીત સુસંગતતા પર પ્રકાશ પાડ્યો.

· આયુર્વેદ અને ઝેન વચ્ચે સેતુ નિર્માણ: દૈનિક શિસ્ત, પ્રકૃતિને અનુકૂળ જીવનશૈલી (ઋતુચર્યા/દિનચર્યા) અને દીર્ઘાયુષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતીય આયુર્વેદિક દર્શન અને જાપાનીઝ ઝેન સિધ્ધાંતો વચ્ચેના આધ્યાત્મિક સમન્વય પર ભાર મૂક્યો.

· સંસ્થાકીય સંબંધો અને શૈક્ષણિક આપ-લે મજબૂત કરવી: પરંપરાગત ચિકિત્સા શિક્ષણ અને વેલનેસ રિસર્ચ ક્ષેત્રે દ્રિપક્ષીય સહયોગ વધારવા માટે ‘આયુર્વેદ એસોસિએશન ઓફ જાપાન’ના પ્રમુખ સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા કરી.

· જ્ઞાનની આપ-લે: ટોક્યોની પ્રતિષ્ઠિત ‘નિપ્પોન સ્કૂલ ઓફ આયુર્વેદ’ ખાતે વિશેષ પ્રવચન આપ્યું અને સંસ્થાકીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે જાપાનીઝ પ્રેક્ટિશનર્સ, સંશોધકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો.

એએમએ–ડો. પ્રેરક શાહ આયુર્વેદ એક્ટિવિટીના હેઠળ, ડો. પ્રેરક શાહ ૨૦૨૭ની ઉજવણી પહેલા શૈક્ષણિક અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનો માર્ગ મોકળો કરી રહ્યા છે. આ પહેલ ૨૦૨૭માં ભારત-જાપાન રાજ્દ્રારી સંબંધોની આગામી ૭૫મી વર્ષગાંઠ માટે એક મહત્વપૂર્ણ પૂર્વભૂમિકા તરીકે કામ કરે છે, જે હેલ્થકેર, પરંપરાગત જ્ઞાન અને સક્રિય વૃધ્ધ અવસ્થાને ભારત અને જાપાન વચ્ચેના સંબંધોના મુખ્ય સ્તંભ તરીકે મજબૂત કરે છે.

#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #ama #JapanAyurvedaSchool #AyurvedaEmbassyofIndia,Tokyo #Dr.Perakshah_Ayurveda

The post “એએમએ – ડો. પ્રેરક શાહ આયુર્વેદ એક્ટિવિટી” દ્રારા આયુર્વેદથી લઈને ઝેન દ્રારા સર્વાંગી સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે ભારત અને જાપાનના સહિયારા વારસાને જોડવાનો પ્રયાસ: appeared first on News.

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘રોકેટ રિવોલ્યુશન’ થીમ સાથે ‘વર્લ્ડ સ્પેસ વીક 2026’ની ઉજવણી યોજાઈ
અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અંદાજે 1000થી 1200 વિદ્યાર્થીઓને વિજ્ઞાનની દુનિયા નજીકથી જાણવાની તક મળી

પથિક લીંબાચીયા, અમદાવાદ,

10 ઓક્ટોબર 2026:

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી ખાતે આજે ‘રોકેટ રિવોલ્યુશન’ (Rocket Revolution) થીમ સાથે ‘વર્લ્ડ સ્પેસ વીક 2026’ની વિશેષ ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા જગાવવાનો, અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ અવકાશ સંશોધનની રોમાંચક દુનિયા વિશે પ્રત્યક્ષ અનુભવ દ્વારા જ્ઞાન પ્રદાન કરવાનો હતો. આ ઉજવણીમાં અંદાજે 1000થી 1200 વિદ્યાર્થીઓની સહભાગિતાની અપેક્ષા રાખવામાં આવી હતી.

આ ઉજવણી અંતર્ગત અવકાશ વિજ્ઞાન અને ટેક્નોલોજીને રસપ્રદ તથા સરળ રીતે સમજાવવા માટે વિવિધ જ્ઞાનવર્ધક અને પ્રાયોગિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં ‘મોડેલ રોકેટ્રી’ વિષય પર હેન્ડ્સ-ઓન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓને રોકેટની રચના, કાર્યપદ્ધતિ અને તેની પાછળ રહેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતો વિશે પ્રાયોગિક સમજ મેળવવાની તક મળી હતી. ઉપરાંત, ‘રોકેટ રિવોલ્યુશન’ વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં રોકેટ ટેક્નોલોજી, અવકાશ સંશોધન અને આ ક્ષેત્રમાં થઈ રહેલી વૈજ્ઞાનિક પ્રગતિ વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, ‘મેક એન્ડ ટેક: ટેલિસ્કોપ DIY પેપર કિટ’ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની જાતે ટેલિસ્કોપનું મોડેલ તૈયાર કરીને ખગોળવિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો વિશે જાણકારી મેળવી હતી. સાથે જ ‘માનવજીવનમાં અવકાશ ટેક્નોલોજીની ભૂમિકા’ વિષય પર ‘સાયન્ટિસ્ટ સર્કલ’ અંતર્ગત સંવાદાત્મક સત્ર યોજાયું હતું. આ સત્રમાં ઉપગ્રહો, સંચાર વ્યવસ્થા, હવામાનની આગાહી, નેવિગેશન અને રોજિંદા જીવનમાં અવકાશ ટેક્નોલોજીના વિવિધ ઉપયોગો વિશે માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના સમાપન પ્રસંગે ‘નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન’ (Night Sky Observation)નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી સહભાગીઓને રાત્રિના આકાશનું નિરીક્ષણ કરીને ખગોળીય વિશ્વના અદ્ભુત રહસ્યો વિશે જાણવાની તક મળી હતી. આ પ્રવૃત્તિનો હેતુ વિદ્યાર્થીઓમાં ખગોળવિજ્ઞાન પ્રત્યે રસ અને જિજ્ઞાસા વધારવાનો હતો.

ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ માટે ગુજરાત સાયન્સ સિટીની વિવિધ ગેલેરીઓ અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજીની દુનિયાને નજીકથી જાણવાની તક ઊભી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માત્ર અવકાશ વિજ્ઞાન વિશે માહિતી આપવા પૂરતો મર્યાદિત ન રહેતાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ મેળવવા, પ્રશ્નો પૂછવા, નવી બાબતો શોધવા અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે એક વિશેષ મંચ બન્યો હતો.

ગુજરાત સાયન્સ સિટી પોતાના ‘Connecting Community with Science’ના ધ્યેયને અનુરૂપ વિજ્ઞાનને વધુ સરળ, રસપ્રદ અને અનુભવ આધારિત બનાવી વિદ્યાર્થીઓ, યુવાનો તથા વિજ્ઞાનપ્રેમીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને નવીન વિચારસરણીને પ્રોત્સાહન આપવા સતત પ્રયત્નશીલ છે.

#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #GujaratScienceCityCelebratesWorldSpaceWeek2026 #RocketRevolution #GujaratScienceCity

The post ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘રોકેટ રિવોલ્યુશન’ થીમ સાથે ‘વર્લ્ડ સ્પેસ વીક 2026’ની ઉજવણી યોજાઈ appeared first on News.

ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ પ્રકાશ જાનીની ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનની રાષ્ટ્રીય તકરાર નિવારણ સમિતિમાં નિમણૂક
ટેનિસ ક્ષેત્રના વિવાદોના ન્યાયી અને ઝડપી નિરાકરણ માટે પાંચ સભ્યોની સ્વતંત્ર સમિતિમાં એડવોકેટ સભ્ય તરીકે મહત્ત્વની જવાબદારી સોંપાઈ

અમદાવાદ : 10 ઓક્ટોબર 2026:

ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા સિનિયર એડવોકેટ પ્રકાશ જાનીની દેશની સર્વોચ્ચ ટેનિસ રમતગમત સંસ્થા ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA)ની રાષ્ટ્રીય તકરાર નિવારણ સમિતિ (ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી)માં એડવોકેટ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ટેનિસ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઊભા થતા વિવિધ વિવાદોનું ન્યાયી, ઝડપી અને સ્વતંત્ર રીતે નિરાકરણ લાવવાના હેતુથી આ સમિતિની રચના કરવામાં આવી છે.

હાઇકોર્ટના સિનિયર એડવોકેટ પ્રકાશ જાની

નોંધનીય છે કે, કલકત્તા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એસ.પી.તાલુકદાર આ સમિતિના ચેરમેન છે. શ્રી પ્રકાશ જાની ઉપરાંત મુંબઇ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીરજ ગોલાસ તથા ચંદીગઢના ઓલ ઇન્ડિયા ટેનીસ એસોસીએશનના પૂર્વ કારોબારી સભ્ય ડો.સુભાષ મોરીયા સમિતિના સભ્યો છે. જયારે ઉત્કૃષ્ટ ખેલાડી સભ્યની નિમણૂંક હવે પછી કરવામાં આવશે.
આ સમિતિની જવાબદારી માત્ર રાષ્ટ્રીય સ્તરની સંસ્થા પૂરતી મર્યાદિત નથી. ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન તેમજ તેની સાથે સંકળાયેલી રાજ્ય અને જિલ્લા કક્ષાની સંસ્થાઓમાં ઊભા થતા વિવિધ વિવાદોનો પણ તેમાં સમાવેશ થાય છે. સંસ્થાઓની ચૂંટણીઓ, વહીવટી બાબતો, ખેલાડીઓ સામેની કાર્યવાહી, ટીમની પસંદગી, ઉંમર અંગેની છેતરપિંડી (એજ ફ્રોડ), ટુર્નામેન્ટ, શિસ્તભંગની કાર્યવાહી અને રમતના મેદાન પર સર્જાતા વિવાદો અંગે સમિતિ નિર્ણય લઈ શકશે.
રાજ્ય કક્ષાની સંસ્થાઓના આંતરિક વિવાદો સૌપ્રથમ સંબંધિત રાજ્યની તકરાર નિવારણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. રાજ્ય સમિતિના નિર્ણય સામેની અપીલ ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનની રાષ્ટ્રીય તકરાર નિવારણ સમિતિ સમક્ષ કરવામાં આવશે.

આમ, ટેનિસ રમત સાથે સંકળાયેલા વહીવટી, સંગઠનાત્મક અને ખેલાડીઓને લગતા વિવાદોના નિરાકરણ માટે રચાયેલી રાષ્ટ્રીય સ્તરની સ્વતંત્ર સમિતિમાં ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ પ્રકાશ જાનીને સ્થાન મળતાં તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

દેશની દરેક રાષ્ટ્રીય રમતગમત સંસ્થા-એસોસીએશને તકરાર નિવારણ સમિતિ રાખવી ફરજિયાત

નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એકટ – 2025ની કલમ-4(1)(ડી) મુજબ, દેશની દરેક રાષ્ટ્રીય રમતગમત સંસ્થા-એસોસીએશ માટે તકરાર નિવારણ સમિતિ રાખવી ફરજિયાત છે. આ કાયદાને અનુરૂપ ઓલ ઇન્ડિયા ટેનીસ એસોસીએશને તા.26-7-2026ના રોજ મળેલી ખાસ સાધારણ સભામાં પોતાના બંધારણમાં સુધારો કરી સ્વતંત્ર તકરાર નિવારણ સમિતિની જોગવાઇ કરી છે. સુધારેલું બંધારણ તા.1 ઓગસ્ટ, 2026થી અમલમાં આવ્યું છે.

#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #AllIndiaTennisAssociationNationalDisputeResolutionCommittee  #GujaratHighCourt #GujaratHighCourtSeniorAdvocatePrakashJaniappointedtoAllIndiaTennisAssociationNationalDisputeResolutionCommittee

The post ગુજરાત હાઇકોર્ટના સિનિયર એડવોકેટ પ્રકાશ જાનીની ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનની રાષ્ટ્રીય તકરાર નિવારણ સમિતિમાં નિમણૂક appeared first on News.

સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા સિટીના રોકસ્ટાર જીગરદાન ગઢવીના સૂરે ‘સાચી નવરાત્રી 2026’નું ભવ્ય આયોજન
ગરબા સાથે ભક્તિ અને પરંપરા સાથે પ્રીમિયમ અનુભવનો અનોખો સંગમ એટલે “સાચી નવરાત્રી”

અમદાવાદ : નવરાત્રીના પાવન પર્વને વધુ ભવ્ય, આધ્યાત્મિક અને પ્રીમિયમ અનુભવ સાથે ઉજવવા માટે સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા ‘સાચી નવરાત્રી 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન 10 ઑક્ટોબરથી 19 ઑક્ટોબર 2026 દરમિયાન ન્યૂ સાયન્સ સિટી રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવશે.

‘સાચી નવરાત્રી 2026’ની સૌથી વિશેષ વાત એ છે કે જાણીતા ગુજરાતી ગાયક અને સિટીના રોકસ્ટાર જિગરદાન ગઢવી નવલી નવરાતના 10 દિવસ દરમિયાન માં અંબાના ગરબા ગાઈને શક્તિ અને ભક્તિના રંગમાં રંગાઈને ખેલૈયાઓને ગરબે ઝૂમાવશે, સાચી નવરાત્રિમાં જિગરદાન ગઢવીના સૂર દ્વારા ગરબા પ્રેમીઓને 10 દિવસ સુધી સંગીત અને ગરબાનો ખાસ અનુભવ મળશે.

બોક્સ : શક્તિપીઠ દર્શન બનશે આધ્યાત્મિક આકર્ષણ

‘સાચી નવરાત્રી 2026’માં 51 શક્તિપીઠ દર્શન ખાસ આધ્યાત્મિક આકર્ષણ તરીકે રજૂ કરવામાં આવશે. નવરાત્રીના પાવન દિવસોમાં ભક્તિ અને શક્તિની અનુભૂતિ કરાવતો આ વિશેષ અનુભવ કાર્યક્રમને અન્ય ગરબા આયોજનો કરતાં અલગ બનાવશે.

સંપૂર્ણ AC ડોમમાં પ્રીમિયમ ગરબાનો અનુભવ

ગરબા પ્રેમીઓ માટે અહીં ગુજરાતના સૌથી મોટા સંપૂર્ણ એર-કન્ડિશન્ડ (AC) ડોમ ગરબા અનુભવોમાંનો એક તૈયાર કરવામાં આવી રહ્યો છે. વિશાળ અને પ્રીમિયમ ફુલ્લી AC ગરબા ડોમ સાથે ગરબાની મજા આરામદાયક વાતાવરણમાં માણી શકાશે.

આ ઉપરાંત, મુલાકાતીઓ માટે અલગથી સંપૂર્ણ એર-કન્ડિશન્ડ ફૂડ ડોમની પણ વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ ફૂડનો આનંદ લઈ શકાશે.

પ્રી-નવરાત્રીની ખાસ ઉજવણી

નવરાત્રીના મુખ્ય દિવસો પહેલાં 10 ઑક્ટોબર 2026ના રોજ ખાસ પ્રી-નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ‘સાચી નવરાત્રી 2026’ના ભવ્ય મહોત્સવનો પ્રારંભ થશે.

પાર્કિંગની વિશેષ સુવિધા

મહેમાનોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિશાળ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. VIP મહેમાનો માટે વેલેટ પાર્કિંગની વ્યવસ્થા રહેશે, જ્યારે અન્ય ઉપસ્થિત લોકો માટે પ્રી-બુક કરી શકાય તેવા પાર્કિંગ સ્લોટ્સની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. ‘સાચી નવરાત્રી 2026’નો ઉદ્દેશ માત્ર ગરબાનું આયોજન કરવાનો નથી, પરંતુ ગરબા, ભક્તિ, સંગીત, સ્વાદિષ્ટ ભોજન અને આરામદાયક પ્રીમિયમ સુવિધાઓને એક જ સ્થળે એકત્રિત કરીને એક યાદગાર નવરાત્રી અનુભવ આપવાનો છે.

The post સાચી એન્ટરટેઇનમેન્ટ અને પાર્શ્વ જ્વેલરી હાઉસ દ્વારા સિટીના રોકસ્ટાર જીગરદાન ગઢવીના સૂરે ‘સાચી નવરાત્રી 2026’નું ભવ્ય આયોજન appeared first on News.

10મીએ સર્વ પિતૃ અમાસ અને શનિશ્ચરી અમાવસ્યાનો શુભ સંયોગ, શનિમંદિરોમાં વિશેષ આયોજન
થલતેજના વૈભવલક્ષ્મી મંદિર ખાતેના શનિદેવ મંદિર ખાતે શનિદેવને 1008 લિટર તેલનો ભવ્ય અભિષેક કરાશે અને 1008 કાળા તલના લાડુનો હવન કરાશે

દૂધેશ્વરના પ્રાચીન શનિદેવ મંદિર ખાતે પણ શનિભકતો દ્વારા 23 હજાર આહુતિ, મહાઆરતી, 251 કિલો બુંદી-સેવનો પ્રસાદ-ભંડારા સહિતનું આયોજન

અમદાવાદ: 08 ઓક્ટોબર 2026:

સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તા.૧૦મી ઓકટોબરના રોજ શનિશ્ચરી અમાવસ્યાનો શુભ સંયોગ આવતાં શહેરના શનિમંદિરોમાં શનિદેવને તેલ અભિષેક, હોમ-હવન અને પ્રસાદ-ભંડારાનું વિશેષ આયોજન કરાયું છે. જેમાં થલેતજના વૈભવ લક્ષ્મી મંદિર ખાતે આવેલ શનિદેવના મંદિરમાં શનિશ્ચરી અમાવસ્યા નિમિતે શનિદેવને ૧૦૦૮ લિટર તેલનો અભિષેક અને ૧૦૦૮ કાળા તલના લાડુનો હવન કરવામાં આવશે.

શનિદેવને ગોળ અન કાળા તલ અતિપ્રિય હોવાથી સર્વ પિતૃઓના મોક્ષાર્થે શનિદેવ મંદિરમાં વિશેષ યજ્ઞા કરાશે, જેમાં આ ૧૦૦૮ કાળા તલના લાડુની આહુતિ અપાશે એમ થલતેજના વૈભવલક્ષ્મી મંદિર ખાતેના શનિદેવ મંદિરના પૂજારી મનીષ મહારાજે જણાવ્યું હતું. આ દિવસે શનિદેવની અને સર્વ પિતૃઓની કૃપાનો લાભ લેવા તેમણે શ્રધ્ધાળુ ભકતોને જાહેર અનુરોધ કર્યો હતો.
આ જ પ્રકારે શહેરના દૂધેશ્વરના ધોબી ઘાટ ખાતેના અતિ પ્રાચીન શનિદેવ મંદિરમાં પણ સૂર્યપુત્ર શનિદેવ સર્વપિતૃ અમાવસ્યા ઉત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. એ દિવસે શનિદેવ અને સર્વ પિતૃ મોક્ષાર્થે આયોજિત વિશેષ યજ્ઞામાં શનિભકતો દ્વારા શનિદેવને ૨૩ હજાર આહુતિ અપાશે. બપોરે ૧૨-૦૦ વાગ્યે શનિદેવની મહા આરતી થશે અને તેમને ૨૫૧ કિલો બુંદી-સેવનો મહાપ્રસાદ ધરાવવામાં આવશે.

શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા શનિદેવ મંદિર, સોલા રોડ પર કાંકરિયા હનુમાનજી ખાતેના શનિમંદિર, થલતેજના સાલ હોસ્પિટલ સામેના શનિમંદિર, વૈષ્ણૌ દેવી સર્કલ પર મારૃતિ ધામ ખાતેના શનિમંદિર સહિતના વિવિધ શનિમંદિરોમાં તા.૧૦મી સર્વ પિતૃ અમાવસ્યા અને શનિશ્ચરી અમાવસ્યાને લઇ શનિદેવને તેલ અભિષેક, નવગ્રહ શાંતિ પાઠ, શનિદેવ કથા, હોમ-હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શનિદેવને કાળો રંગ અતિ પ્રિય હોવાથી શનિદેવને કાળુ કપડુ, લોખંડ, કાળા તલ, અડદ સહિતની વસ્તુઓ અર્પણ કરી શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં શનિભકતો એ દિવસે શનિમંદિરોમાં ઉમટશે.

#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #10thEsarvaPitruAmasa #10thEashaniishchariAmasa’s auspicious coincidence #10thEashaniTemplesSpecialEvents #ThalTejanaVaibhavLaxmiTemple #ShaniDevTemple #ShaniDevAbhishek #KaalaTalNaLaduNoHavan #DudheshwarAncientShaniDevTemple

The post 10મીએ સર્વ પિતૃ અમાસ અને શનિશ્ચરી અમાવસ્યાનો શુભ સંયોગ, શનિમંદિરોમાં વિશેષ આયોજન appeared first on News.

હોમગાર્ડઝ અમદાવાદ શહેર પશ્ચિમની પાવરલિફ્ટિંગમાં શાનદાર સિદ્ધિ – હેડીંગ
સરકારી વિવિધ સંસ્થાઓની સ્પર્ધામાં હોમગાર્ડઝ ટીમે ચેમ્પિયનશિપનો ખિતાબ મેળવ્યો

હોમગાર્ડઝ દળના ખેલાડીઓએ વિવિધ વજન કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ચાર ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા

અમદાવાદ: 07 ઓક્ટોબર 2026:

પાવરલીફ્ટીંગ સ્પોર્ટસ એસોસીએશન, ગુજરાત (Powerlifting Sports Association, Gujarat) દ્વારા તા. ૦૪/૧૦/૨૦૨૬, રવિવારના રોજ સરકારી વિવિધ સંસ્થાઓના કર્મચારીઓ માટે પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ દળની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

હોમગાર્ડઝ ગુજરાત રાજ્ય તરફથી વિવિધ વજન કેટેગરીમાં ભાગ લેનાર ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ ૪ ગોલ્ડ અને ૨ બ્રોન્ઝ મેડલ મેળવી હોમગાર્ડઝ દળનું ગૌરવ વધાર્યું હતું.

ગોલ્ડ મેડલ વિજેતા

૭૪ કિ.ગ્રા. કેટેગરી
યોગેશકુમાર દાતણીયા કંપની કમાન્ડર
હોમગાર્ડઝ અમદાવાદ શહેર પશ્ચિમ — ગોલ્ડ મેડલ

૮૩ કિ.ગ્રા. કેટેગરી
મનોજ મિસ્ત્રી
હોમગાર્ડઝ વડોદરા શહેર — ગોલ્ડ મેડલ

૧૨૦ કિ.ગ્રા. કેટેગરી
હરેશ દાતણીયા
હોમગાર્ડઝ અમદાવાદ શહેર પશ્ચિમ — ગોલ્ડ મેડલ

૧૨૦+ કિ.ગ્રા. કેટેગરી
ચિરાગ દાનસિંઘાની કંપની કમાન્ડર
હોમગાર્ડઝ અમદાવાદ શહેર પશ્ચિમ — ગોલ્ડ મેડલ

બ્રોન્ઝ મેડલ વિજેતા

૫૯ કિ.ગ્રા. કેટેગરી
પ્રશાંત દંતાણી
હોમગાર્ડઝ અમદાવાદ શહેર પશ્ચિમ — બ્રોન્ઝ મેડલ

૬૬ કિ.ગ્રા. કેટેગરી
કરણ રાઠોડ
હોમગાર્ડઝ અમદાવાદ શહેર પશ્ચિમ — બ્રોન્ઝ મેડલ

આ તમામ ખેલાડીઓની મહેનત, શિસ્ત, દૃઢ સંકલ્પ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ દળે સરકારી વિવિધ સંસ્થાઓની પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી ચેમ્પિયનશિપ ટ્રોફી પોતાના નામે કરી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હાજીપુરા વ્યાયામ શાળાના કોચ યોગેશ દાતણીયાના માર્ગદર્શન હેઠળ તાલીમ લેતાં માસ્ટર કેટેગરીના ખેલાડીઓએ ગુજરાત સ્ટેટ માસ્ટર પાવર સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓએ વિવિધ વજન વર્ગમાં શ્રેષ્ઠ દેખાવ કરતાં કુલ બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.

#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #action #amazing #village #city #country #india #bharat #mostviral #trending #ahmedaba #HomeGuards #HomeGuardsTeamWonChampionshipTitle #HomeGuardsForcePlayers
#Powerlifting #PowerliftingSportsAssociationGujarat #PowerliftingCompetition #HomeGuardsForceChampionship #ChampionshipTrophy

The post હોમગાર્ડઝ અમદાવાદ શહેર પશ્ચિમની પાવરલિફ્ટિંગમાં શાનદાર સિદ્ધિ – હેડીંગ appeared first on News.