અશ્વિન લીંબાચિયા, અમદાવાદ:
19 ફેબ્રુઆરી 2025:
ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિ દ્વારા 21 મી ફેબ્રુઆરી 2025 ના વિશ્વ માતૃભાષા દિવસે હાઇકોર્ટ ના પ્રાંગણની બહાર ધરણા નો કાર્યક્રમ સવારના 10:30 વાગે રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો હેતુ ગુજરાતની વડી અદાલતમાં ગુજરાતી ભાષાને પણ અધિકૃત ભાષા તરીકે માન્યતા મળે એ બાબતનો છે.

આઝાદીના 75 વર્ષ પછી પણ ગુજરાતની વડી અદાલતમાં અંગ્રેજી ભાષા જ માન્ય ભાષા તરીકે સ્વીકૃત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ વારંવાર એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે તમામ અદાલતની કાર્યવાહી સ્થાનિક ભાષામાં થવી જોઈએ. જે લોકો માટે ન્યાયિક વ્યવસ્થા ઊભી થઈ છે તે લોકો તે અદાલતની કાર્યવાહી સમજી શકે તે તેમનો મૂળભૂત અધિકાર છે.
આ પ્રકારના નિવેદનો વારંવાર થયા હોવા છતાં હજુ સુધી ગુજરાતની વડી અદાલતમાં ગુજરાતી ભાષાને અધિકૃત ભાષા તરીકે માન્ય રાખવામાં આવી નથી. તેથી વિશ્વ માતૃભાષા દિવસે એટલે કે 21 મી ફેબ્રુઆરીએ ગુજરાતની વડી અદાલતની બહાર સવારના 10:30 વાગે ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં તમામ અદાલતના વકીલો અને જાહેર જનતાને જોડાવા હું નમ્ર વિનંતી કરું છું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત થશે તેવી અપેક્ષા રાખું છું. આ પ્રેસનોટ દ્વારા તમામ અખબારોના તંત્રી શ્રી અને પત્રકારોને વિનંતી કરું છું કે વિશ્વ માતૃભાષા દિવસ ના એક દિવસ પહેલા આ કાર્યક્રમને બહોળી પ્રસિદ્ધિ આપશો જેથી જન ચેતના ઉભી થાય અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય. 21 ફેબ્રુઆરી 2025 ના રોજ ગુજરાત હાઇકોર્ટની બહાર ઉપસ્થિત થઈ કાર્યક્રમને સફળતા મળે તેમાં સહકાર આપશો.
bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #gujarathighcourt #worldmotherlanguageday #vishvmatrubhashadivas #dharna #gujaratilanguagealsorecognizedasanofficiallanguage #primeministershrinarendramodi #pmmodi #englishlanguage #ahmedabad
