અશ્વિન લિંબાચિયા, અમદાવાદ:
૧૧ ડિસેમ્બર ૨૦૨૪:
ટેક એક્સ્પો ગુજરાત 2024, રાજ્યનો સૌથી મોટો ટેક્નોલોજી એક્સ્પો છે, જે ગુજરાતમાં ટેક્નોલોજી લેન્ડસ્કેપને બદલવા માટે તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થનાર આ પ્રીમિયર ઈવેન્ટ ગુજરાતમાં IT બિઝનેસમાં સહયોગ, નવીનતા અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવા અને વિકાસાવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે.
સાયન્સ સિટીમાં વિજ્ઞાન ભવન ખાતે 20 અને 21 ડિસેમ્બરના રોજ અમદાવાદ IT મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ (AIMED)ના સહયોગથી યોજાનાર આ એક્સ્પોમાં 3000થી વધુ પાર્ટિસિપન્ટ્સ એકસાથે આવશે, જેમાં આંતરપ્રિન્યોર્સ, લિડર્સ, સ્ટાર્ટઅપ્સ, ઇન્વેસ્ટર્સ અને પોલીસમેકર્સ પણ સામેલ થશે, અને અગ્રણી ટેક કંપનીઓના ઘણા C-લેવલ એક્ઝિક્યુટિવ્સ અને ટેક્નોલોજી હેડ પણ પાર્ટિસિપન્ટ્સ તરીકે જોડાશે. પાર્ટિસિપન્ટ્સને ભાવિ ગ્રાહકો અને ભાગીદારો શોધવા, મજબૂત બ્રાન્ડ ઓળખ બનાવવા અને તેમના સાહસોને વધારવા અને સ્કેલ કરવા અર્થપૂર્ણ ચર્ચામાં જોડાવવાની તક મળશે.
ટેક એક્સ્પો ગુજરાત 2024ના લીડરશિપ ટીમ તરલ શાહે જણાવ્યું હતું કે, “ટેક એક્સ્પો ગુજરાત 2024 ગુજરાતમાં આ પ્રકારનો સૌથી મોટો ટેક એક્સ્પો હશે અને ગ્રાઉન્ડબ્રેકિંગ સહયોગ દ્વારા રાજ્યમાં ડિજિટલ લેન્ડસ્કેપના વિકાસમાં યોગદાન આપશે. ઉદ્યોગના અગ્રણીઓ સાથે જોડાવાની અને તેમની પાસેથી શીખવાની આ એક અનોખી તક છે. નવીન તકનીકોના પ્રદર્શન દ્વારા મોટા લક્ષ્યમાં ગ્રાહકો સુધી પહોંચી શકાશે. પાર્ટિસિપન્ટ્સ અને પાર્ટનર તરફથી જબરજસ્ત પ્રતિસાદ રહ્યો છે.”
130 બૂથ, 20થી વધુ સ્પીકર્સ અને 50થી વધુ પાર્ટનર્સ સાથે, એક્સ્પોમાં IT નિષ્ણાતો અને ઉદ્યોગના અગ્રણીઓ સક્સેસ સ્ટોરીઝ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર ચર્ચા સહિતની મૂલ્યવાન બાબતો પર આંતરદૃષ્ટિ પ્રદાન કરશે. જેમનો ઉદ્દેશ્ય ગુજરાતના ટેક ફ્યુચરને આકાર આપવા માટે નવીનતા અને સહયોગ સાથે બિઝનેસ અને સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવાનો છે.
ટેક એક્સ્પો ગુજરાત 2024ના લીડરશિપ ટીમ હર્ષલ શાહે જણાવ્યું હતું કે, “એક્સપોનો બેવડો ઉદ્દેશ્ય છે. પ્રથમ, આગામી ત્રણ વર્ષમાં IT ક્ષેત્રમાં રાજ્યનો હિસ્સો બમણો કરવા માટે ગુજરાતમાં IT ઉદ્યોગના વિકાસને સમર્થન આપવાનો છે. બીજું ગુજરાતમાં ઉદ્યોગો દ્વારા નવીનતાઓ દર્શાવીને ડિજિટલ અપનાવવાની ગતિને વેગ આપવાનો છે. અમને વિશ્વાસ છે કે એક્સ્પો તમામ પાર્ટીસિપેટ્સને જોડવા અને વિકાસની પૂરતી તકોનું સર્જન કરશે.”
આ એક્સ્પો શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સંભાળ પ્રદાતાઓ, સરકારી સંસ્થાઓ, રિટેલર્સ, સ્ટાર્ટઅપ્સ, બેંકિંગ અને વીમા ક્ષેત્ર, નાણાકીય સેવા પ્રદાતાઓ, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ, ફાર્મા કંપની, ટેક્સટાઇલ, FMCG, સિરામિક, ઓટોમોબાઇલ, કેમિકલ કંપનીઓ સહિત વિવિધને ઉપયોગી રહેશે.
GESIA, નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ASSOCHAMના સહયોગથી, ટેક એક્સ્પો ગુજરાત 2024 પાર્ટીસિપેટ્સને લીડ જનરેટ કરવા અને અગ્રણી ઇન્ડસ્ટ્રી લિડર્સ અને સંભવિત ગ્રાહકો સાથે જોડાવા માટે વિવિધ તકો પ્રદાન કરશે.
ટેક એક્સ્પો ગુજરાત 2024માં અદ્યતન તકનીકી પ્રગતિના સાક્ષી બનવા, આંતરદૃષ્ટિપૂર્ણ પરિષદોમાં હાજરી આપવા, ઉદ્યોગ નિષ્ણાતો સાથે જોડાવા અને નવીનતા અને ટેકનોલોજીનો ભાગ બનવા અમારી સાથે જોડાઓ.
#bharatmirror #bharatmirror21 #news #techexpo #techexpogujarat #gesia #assocham #gandhinagar #ahmedabad