• તામિલનાડૂ સરકારના સહયોગથી કરાયેલ આ એમઓયુ જીવનરક્ષક મેડીકલ ટ્યૂબીંગના સ્થાનિકીકરણમાં સહાય કરે છે
• આ કરારમાં નવી ઉત્પાદન સવલતનો વિકાસ કરવાનો સમાવેશ થાય છે, જે લુબ્રિઝોલના મેડીકલ ટ્યૂબીંગના આ પ્રદેશમાં પાંચ ગણી ક્ષમતા વિસ્તરણમાં સહાય કરશે
• આ કરાર લુબ્રિઝોલના મેક-ઇન-ઇન્ડિયાની પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે અને સ્થાનિક ઉત્પાદનને ટેકો પૂરો પાડવાના હેતુથી અગાઉ વ્યક્ત કરાયેલ 350 મિલીયન ડોલરના રોકાણની રોકાણની પ્રતિબદ્ધતાને વધુ વ્યાપક બનાવે છે
નીતા લીંબાચિયા,ચેન્નઇ, અમદાવાદ:
14 નવેમ્બર, 2024 –
સ્પેસિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિક અગ્રણી એવી લુબ્રિઝોલ અને ફ્લુઇડ કન્વેયન્સ સિસ્ટમમાં વૈશ્વિક માંધાતા એવી પોલીહોસએ નવીનતાના નવા ધોરણો હાંસલ કરવા માટે મેડીકલ ક્ષેત્રને સશક્ત બનાવવા માટે એક સમજૂતિ કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ બન્ને સંસ્થાઓ વચ્ચે લાંબાગાળાની ભાગીદારી વધુ બહોળી બનાવે છે તેની પર તામિલનાડૂના ઉદ્યોગ પ્રધાન શ્રી ડૉ. ટી.આર.બી. રાજા, અને તામિલનાડૂના ઉદ્યોગ સચિવ શ્રી વી. અરૂણ રોયની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. લુબ્રિઝોલ લીડરશીપ ટીમે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા પછી તમિલનાડુના મુખ્ય સચિવ આઇએએસ શ્રી થિરુ.એન. મુરુગાનંદ સાથે મુલાકાત કરી.
આ સહયોગના ભાગરૂપે લુબ્રિઝોલ અને પોલીહોસનો હેતુ તામિલનાડૂમાં મેડીકલ ઉત્પાદનનું સર્જન કરવાનો છે. આ સાઇટ લુબ્રિઝોલના સ્થાનિક મેડીકલ ટ્યૂબીંગ વોલ્યુમમાં પાંચ ગણો વધારો કરશે, જે ભારતમાં અને વિશ્વના બજારોમાં નિકાસ દ્વારા જીવન રક્ષક મેડીકલ ટ્યૂબીંગની સરળ ઉપભોગ્યતાનું સર્જન કરશે. ઉચ્ચ ગુણવત્તાવાળી મેડીકલ ટ્યૂબીંગ જેનુ ઉત્પાદન ભાગીદારીમાં કરવામાં આવી રહ્યુ છે તેનો ઉપયોગ ન્યુરોવાસ્ક્યુલર મેડીકલ એપ્લીકેશન્સ જેમ કે બલૂન કેથેટર્સ અને ન્યૂનતમ આક્રમક પ્રક્રિયાવાળા કેથેટર્સમાં થશે.
“આ કરાર ભારતમાં ચોક્સાઇપૂર્વકની ઉત્પાદન ટેકનોલોજી લાવે છે – જે દેશ માટે ભારતમાં અને વિશ્વભરમાં અત્યંત નિર્ણયક સંભાળ માર્કેટ્સમાં એક નવા કારોબારની તક છે,” એમ લુબ્રિઝોલના ભારત, મિડલ ઇસ્ટ અને આફ્રિકાના મેનેજિંગ ડિરેક્ટર ભાવના બિન્દ્રાએ જણાવતા ઉમેર્યુ હતુ કે “લુબ્રિઝોલ ઉચ્ચ ગુણવત્તાવાળા સોલ્યુશનને ઉપલબ્ધ બનાવતા અને પ્રદેશમાંના ભાગીદારો સાથે સ્થાનિક ઉપભોગ્ય બનાવતા ગર્વ અનુભવે છે, જે પ્રદેશના નવી કેટેગરીમાં વિકાસની ખાતરી આપે છે તેની સાથે તીવ્ર મેડીકલ ડિવાઇસ જરૂરિયાતોની આયાત પરની નિર્ભરતામાં ઘટાડો કરે છે.”
મેડીકલ ટ્યૂબીંગનુ લ્યુબ્રીઝોલના એડવાન્સ્ડ મેડીકલ-ગ્રેડ થર્મોપ્લાસ્ટિક પોલ્યુરેથેન (TPU)માં અન્ય થર્મોપ્લાસ્ટિક પોલીમર્સ સાથે ઉત્પાદન કરવામાં આવશે, જે દર્દીને આરામ સાથે બાયોકોમ્પેટેબીલીટી અને ઊંચુ પર્ફોમન્સ પ્રદાન કરશે. નવી ઉત્પાદન સવલત ISO 13485 માન્ય રહેશે, જે સુરક્ષિત, ઉચ્ચ ગુણવત્તાવાળી મેડીકલ ટ્યૂબીંગ રહેશે.
અમે આ આકર્ષક પ્રોજેક્ટ માટે બોલીહોસ અને સરકાર સાથે સહયોગ કરતા સન્માન અનુભવીએ છીએ,” એમ લુબ્રિઝોલના પ્રેસિડન્ટ અને સીઇઓ રેબેક્કા લીબર્ટએ જણાવતા કહ્યુ કે “ભારત લ્યૂબ્રીઝલની નવીનતા અને વૃદ્ધિ માટે એક હબ સમાન છે અને અમારુ હાલમાં કરવામાં આવી રહેલુ રોકાણ અમારી ભારતમાં લોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ વ્યૂહરચના પરત્વેની સમર્પિતતા છે. આ તાજતેરના રોકાણ સાથે અમે વૈશ્વિક કક્ષાની ટ્યૂબીંગ ડિલીવર કરવા માટે સ્થિત છે અને ભારતીય મેડીકલ ઉદ્યોગની વૃદ્ધિમાં નોંધપાત્ર ભૂમિકા ભજવવા માટે સજ્જ છીએ.”
લુબ્રિઝોલે છેલ્લા એક વર્ષમાં ભારતીય રોકાણોમાં $350 મિલિયન યુએસડી કરતાં વધુ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ વર્ષે, લુબ્રિઝોલે પુણેમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) ખોલ્યું છે અને પ્રદેશના વધતા પરિવહન અને ઔદ્યોગિક બજારોને ટેકો આપવા માટે ભારતમાં લ્યુબ્રિઝોલની સૌથી મોટી ઉત્પાદન સુવિધા અને વૈશ્વિક સ્તરે બીજા નંબરની સૌથી મોટી ઉત્પાદન સવલત બનાવવા માટે ઔરંગાબાદમાં 120-એકર પ્લોટની જમીન ખરીદવાની જાહેરાત કરી હતી. એક વર્ષ પહેલાં, લ્યુબ્રિઝોલે વિલાયત, ગુજરાત, ભારતના 100,000 મેટ્રિક-ટન CPVC રેઝિન પ્લાન્ટના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ કર્યો હતો, જે વૈશ્વિક સ્તરે CPVC રેઝિન ઉત્પાદન માટેની સૌથી મોટી સિંગલ-સાઇટ ક્ષમતા છે. આ પ્રોજેક્ટ ભારતમાં તેમજ પડોશી દેશોમાં પાઇપિંગ એપ્લીકેશન અને સ્વચ્છ પીવાના પાણી માટે CPVCની વધતી માંગનો પ્રતિભાવ છે. વધુમાં, લુબ્રિઝોલ તેની CPVC કમ્પાઉન્ડ ઉત્પાદન ક્ષમતાને તેના દહેજ, ગુજરાત, સાઇટને પાઈપિંગ સેક્ટરમાં વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે બમણી કરી રહી છે.
લુબ્રિઝોલ અને પોલીહોસ વચ્ચેનો સહયોગ ભારતમાં લ્યુબ્રિઝોલની શક્તિનો ઉપયોગ સ્થાનિક અને વૈશ્વિક એમ બંને ગ્રાહકોને સંતોષવા માટે કરશે. લોકલ-ફોર-લોકલ ઓફરિંગ ભારતીય OEM માટે વિશ્વસનીય પુરવઠો, ઝડપી ટર્નઅરાઉન્ડ અને ઝડપી ટેકનોલોજીકલ સપોર્ટ સાથે ચોક્કસ ઉત્પાદન ડિઝાઇન હાંસલ કરવા માટે સહયોગી અભિગમની મંજૂરી આપે છે.
પોલીહોસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શબ્બીર વાય જેએ “છેલ્લા સાત વર્ષોમાં લુબ્રિઝોલ સાથેનો અમારો ચાલુ સહયોગ આ પ્રતિબદ્ધતાનો પુરાવો છે અને આજે, અમે આ ભાગીદારીને આગલા સ્તરે લઈ જવા માટે ઉત્સાહિત છીએ.”કહેતા ઉમેર્યુ હતુ કે “આ એમઓયુ અમારી સહિયારી સફરમાં એક નવા પ્રકરણને ચિહ્નિત કરે છે, અને તામિલનાડુમાં, અમે તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિનો અનુભવ કર્યો છે તેનો અમને ગર્વ છે – જે નવીનતા અને ઔદ્યોગિક વિસ્તરણને પ્રોત્સાહન આપવા માટે આદર્શ સ્થાન તરીકે ચાલુ રહે છે. સાથે મળીને, અમે ઉદ્યોગના ધોરણોને આગળ વધારવા અને વૃદ્ધિ માટે નવી તકો ખોલવા માટે તૈયાર છીએ”
નવી મેન્યુફેક્ચરિંગ સાઇટનો શિલાન્યાસ ગ્રાઉન્ડબ્રેકિંગ 2025માં થશે તેમ મનાય છે અને 2026માં ઑપરેશન્સ લાઇવ થશે.
#bharatmirror #bharatmirror21 #news #lubrizol #polyhos #medicaltubing #make-in-India #lubrizol #india #middlefast #africa #chennai #tamilnadugovernment #gandhinagar #ahmedabad