નીતા લીંબાચિયા, અમદાવાદ:
29 નવેમ્બર, 2024:
પ્રીમિયમ બાથરૂમ સોલ્યુશન્સમાં અગ્રણી એક્વાન્ટે અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર તેના પ્રથમ કંપનીની માલિકીના ઇમર્સિવ બાથવેર એક્સપિરિયન્સ સેન્ટરનો આજે પ્રારંભ કર્યો હતો. આ સુંદર સેન્ટર મુલાકાતીઓને એક્વાન્ટના લક્ઝુરિયસ બાથ ફિટિંગ્સ, અત્યાધુનિક સેનિટરી વેર, સ્ટાઇલિશ ફોસેટ્સ અને ઉત્કૃષ્ટ સ્પા કન્સેપ્ટ્સનો પ્રત્યક્ષ અનુભવ પૂરો પાડે છે.
એક્વાન્ટ હંમેશા બોલ્ડ ડિઝાઇન રજૂ કરતી રહી છે. અમે સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ્સ બનાવવામાં માનીએ છીએ, ચાહે તે અમારી પ્રોડક્ટ્સ દ્વારા હોય કે ડિસ્પ્લે સેન્ટર્સ દ્વારા. આ અનોખી સ્પેસથી અમે આ માન્યતાનો પુનરોચ્ચાર કરીએ છીએ, એમ એક્વાન્ટના ડિરેક્ટર તસ્નીમ ક્વેટાવાલાએ જણાવ્યું હતું.
શહેરની ઊભરતી ડિઝાઇન કમ્યૂનિટી તેના અદ્વિતીય કામ માટે જાણીતી છે અને અમદાવાદના પ્રોજેકટ્સ, ખાસ કરીને લક્ઝુરિયસ વિલા અને હાઇ-એન્ડ ડેવલપમેન્ટ્સ નવી ડિઝાઇનના કન્સેપ્ટ્સ અપનાવવા માટે ક્લાયન્ટ્સની ઇચ્છાઓ વ્યક્ત કરે છે, એમ એક્વાન્ટના ડિરેક્ટર જિતેન્દ્ર જૈને જણાવ્યું હતું. બાથરૂમ ફિટિંગ્સ ઇન્ડસ્ટ્રીમાં ટ્રેલબ્લેઝર રહેલી એક્વાન્ટને અમદાવાદની નવીનતાની ભાવના તથા બોલ્ડ, એક્સપેરિમેન્ટલ ફિનિશીસ તથા કન્સેપ્ટ્સ માટેની તેની ઇચ્છાઓમાં સ્વાભાવિક સિનર્જીનો અહેસાસ થાય છે.
અમદાવાદ એક વાઇબ્રન્ટ અને ડાયનેમિક શહેર છે જે વડોદરા તથા સૌરાષ્ટ્ર જેવા મહત્વના પ્રદેશો સાથે ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી સાથે વ્યૂહાત્મક રીતે સ્થિત છે. આ ખાસિયત તેને શહેર માટે જ નહીં પરંતુ ક્વોલિટી અને ઇનોવેશન ઇચ્છતા ગુજરાતના તમામ આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ અને ક્લાયન્ટ્સ માટે પણ એક હબ બનાવે છે. પૂણેના એન્જિનિયર યોગેશ ઘોલપ દ્વારા બનાવાયેલું આ ડિસ્પ્લે સેન્ટર પ્રદેશના ડિઝાઇન સમુદાય તથા ક્લાયન્ટ્સની વિવિધ પસંદગીઓ મુજબ બનાવાયેલા અત્યાધુનિક પ્રોડક્ટ્સ, એક્સક્લુઝિવ ફિનિશીસ અને અનોખા બાથરૂમ ડિઝાઇન સોલ્યુશન્સ દ્વારા બાથરૂમ ડિઝાઇનનો અનુભવ વધારવાનું લક્ષ્ય ધરાવે છે.
એક્વાન્ટ મજબૂત ડીલર નેટવર્ક સાથે છેલ્લા સાત વર્ષોથી અમદાવાદમાં હાજરી ધરાવે છે ત્યારે આ નવું ડિસ્પ્લે સેન્ટર બાથરૂમ લક્ઝરીમાં નવા માપદંડો સ્થાપવા માટે બ્રાન્ડની સફર અને પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
#bharatmirror #bharatmirror21 #news #aquant #bathroomsolutions #gandhinagar #ahmedabad